Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જાણો લાગણીઓ સાથે શરીરનો રંગ અને તાપમાન કઈ રીતે બદલાઈ છે

નવી દિલ્હી: ઈમોશન એટલે કે લાગણીઓ, આ તમારા વ્યવહાર અને માનસિક સ્થિતિને નિયંત્રણમાં રાખે છે. બસ આટલું જ નહીં તમારા શરીરનું તાપમાન અને રંગને પણ કંટ્રોલ કરે છે. દરેક લાગણીઓ કાંઈક કહેતી હોય છે, અને રંગ પણ અલગ બતાવે છે. આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ કે જો પેલો ગુસ્સામાં કેટલો કાળો/ લાલ થઈ ગયો છે. તો શરમથી ગુલાબી અથવા લાલ થઈ જાય છે. ડરમાં પીળો અથવા વાદળી થઈ જાય છે. શરીરની ભાવનાઓના કારણે આવનારા ફેરફાર દેશ, શહેર, મોસમ, પર્યાવરણ પ્રમાણે બદલાતા રહે છે. જરુરી નથી તે ભારતમાં ગુસ્સામાં કોઈ લાલ થઈ જાય છે તો સિચુએશન આર્કટિકમાં રહેનારા કોઈ વ્યક્તિ સાથે અલગ થાય. પરંતુ ભાવનાઓ/ લાગણીઓના કારણે શારીરિક ફેરફાર અને સેંસેશન સમગ્ર દુનિયાભરમાં એક જેવા હોય છે. વિજ્ઞાનીઓએ હાલમાં એક અભ્યાય કર્યો છે, આ અભ્યાસ એટલા માટે જરુરી છે કે ભવિષ્યમાં આ રંગો અને તાપમાનના આધારે ભાવનાઓથી સંબંધિત માનસિક બીમારીઓને બરાબર કરી શકાય છે. આ સ્ટડીને હાલમાં જ PNAS જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેના માટે પાંચ પ્રકારના એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ 701 લોકો પર કરવામાં આવ્યો હતો. આ દરેક લોકોને અલગ- અલગ બેચમાં વહેચીને કેટલાક શબ્દો સંભળાવવામાં આવ્યા હતા. વાર્તા સંભળાવી, ફિલ્મ બતાવી, ચહેરાના હાવભાવ બતાવ્યા. પછી તેમને પૂછવામાં આવ્યું તમે જ્યારે આ જોઈ રહ્યા હતા ત્યારે તમારા શરીરમાં ક્યા ભાગમાં ક્યા પ્રકારની લાગણી થઈ રહી હતી. દરેક ભાગ લેનાર લોકોએ કહ્યુ કે તેમના શરીર પર કેવા કેવા ફેરફાર મહેસુસ કરી રહ્યા હતા.

જ્યારે તમે તમારા કોઈ પ્રિય બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને મળવા જાઓ છો, ત્યારે તમારી ચાલ ખૂબ જ હળવી હોય છે. દિલ એક્સાઈમેન્ટમાં ઝડપથી ધબકે છે. જ્યારે ચિંતામાં તમારા સ્નાયુઓ ખેંચાઈ જાય છે. હાથ પરસેવો થવા લાગે છે. સામાન્ય રીતે મોટે ભાગે નોકરીના ઇન્ટરવ્યુ દરમિયાન પણ આવુ થાય છે. અભ્યાસમાં જાણવા મળેલ છે પ્રમાણે દરેક લાગણી તમારા કાર્ડિયોવેસ્ક્યુલર અને હાડપિંજરના સ્નાયુઓ પર ભાર મૂકે છે, એટલે કે હૃદય, ફેફસાં, સ્નાયુઓ અને હાડકાંઓ પર વજન આપે છે. આ સિવાય તે ન્યુરોએન્ડોક્રાઇન અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે. જેના કારણે શરીર અને લાગણીઓ વચ્ચે તાલમેલ રહે છે.

(6:34 pm IST)