Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કોરોના વેક્સિનને લેવા માટે હોંગકોંગમાં આ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે

નવી દિલ્હી: લોકોને કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરવા અમેરિકામાં જાત જાતની ઓફરો કરવામાં આવી રહી છે અને હવે હોંગકોંગ પણ આ જ રસ્તે છે. હોંગકોંગમાં કોરોનાની વેક્સીન લેવા માટે લોકોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી ત્યારે હોંગકોંગની એક ડેવલપર કંપની સિનો ગ્રૂપે વેક્સીનના બંને ડોઝ લેનારા લોકો માટે એક લકી ડ્રો યોજીને તેમને 14 લાખ ડોલરનુ એપાર્ટમેન્ટ પ્રાઈઝ તરીકે આપવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા પોતાના નવા પ્રોજેક્ટમાં એપાર્ટમેન્ટ આપવાની ઓફર કરાઈ છે.આ વાત ત્યારે સામે આવી છે જ્યારે અહીંયા સરકાર નહીં વપરાયેલી વેક્સીનના ડોનેશન માટે વિચારણા કરી રહી છે.કારણકે વેક્સીનના કેટલાક ડોઝ ઓગસ્ટ મહિનામાં એક્સપાયર થઈ જવાના છે.દુનિયાભરમાં વેક્સીનની વધી રહેલી માંગ વચ્ચે જોકે હોંગકોંગ સરકારે લોકોને કોઈ જાતનુ નાણાકીય પ્રોત્સાહન આપવાની અટકળોને ફગાવી દીધી છે.

(6:14 pm IST)