Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ડચના વૈજ્ઞાનિકોએ કર્યું નવું સંશોધન: મધમાખીને આપી રહ્યા છે કોવિડ ઓળખવાની ટ્રેનિંગ

નવી દિલ્હી: ડચ વિજ્ઞાનીકોએ નવુ સંશોધન કર્યુ છે, વિજ્ઞાનીકો મધમાખીઓને કોવિડ 19 સંક્રમણની ભાળ મેળવવા તાલીમ આપી રહ્યા છે. મધમાખીઓમાં સુંઘવાની, ગંધ-સુગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે. આથી વિજ્ઞાનીઓને આશા છે કે મધમાખીઓ તાલીમમાં પાર ઉતરશે તો કોવિડ 19 સંક્રમણ અંગેનો રીપોર્ટ થોડા કલાકો નહી પરંતુ થોડી ક્ષણોમાં જ મળી જશે. હાલ કોરોના સંક્રમણ વધતા આરટીપીસીઆર રિપોર્ટ મળવામાં એક-બે દીવસ લાગતા હતા. આવામાં મધમાખી ની મદદથી થોડી ક્ષણોમાં જ ખ્યાલ આવે કે વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમીત છે તો તુરંત આઈસોલેટ કરી શકાશે અને વ્યક્તિથી અન્યને ચેપ લાગવાની શકયતા ઘટશે. વેજેતિન્જેન યુનિવર્સિટીમાં સ્થિત બાયો વેટરનીટી રિસર્ચની વિજ્ઞાનીઓનું કહેવું છે કે જયારે મધમાખી કોરોના સંક્રમીત સેમ્પલ દર્શાવે છે. ત્યારે તેમને ઈનામ આપવામાં આવે છે.

(6:14 pm IST)