Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

તાલિબાન સરકારે ભારતને કરી આ કાર્ય કરવાની વિનંતી

નવી દિલ્હી: નવાં તાલીબાન શાસન હેઠળ અફઘાનીસ્તાન સિવિલ એવીએશન ઓથોરીટીએ ભારતનાં ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશનને પત્ર લખીને પોતાની એરલાયન્સ કામ એર અને એરિના અફઘાન એરલાઈને દિલ્હીથી અફઘાનીસ્તાનની ફલાઈટ શરુ કરવાની માંગ કરી છે. ડીજીસીએ પ્રમુખ અરુણકુમારે પત્ર મળ્યાની વાત સ્વીકારી જણાવ્યું કે, આ નીતિગત મુદા બાબતે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નિર્ણય લેવાશે. કાબુલ પર તાલિબાનોનાં કબજા બાદ 16 ઓગષ્ટથી નાગરિકો માટે ફલાઈટ બંધ કરી દેવામાં આવી હતી અને અફઘાનીસ્તાન એરપોર્ટને અનિયંત્રીત જાહેર કરાયું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં તાલિબાન સરકારે કતારની મદદથી કાબુલ સહિતનાં દેશોનાં અનેક અન્ય હવાઈમથકોને ફરીથી શરુ કરવામાં સફળતા મેળવી છે. હાલ કાબુલથી પાકિસ્તાન અને ઈરાન માટેની નિયમિત આંતરરાષ્ટ્રીય ફલાઈટનું સંચાલન થાય છે ત્યારે હવે અફઘાનીસ્તાનને ભારત સાથેની ફલાઈટ પણ શરુ કરવાનો પ્રસ્તાવ મુકયો છે. મહત્વનું છે કે, તાલિબાનનાં કલમ પુર્વે દિલ્હી અને કાબુલ વચ્ચે એર ઈન્ડીયા અને સ્પાસજેટની ફલાઈટનું સંચાલન કરવામાં આવતું હતું.

(6:37 pm IST)