Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ઓએમજી......હોંગકોંગમાં 72 વર્ષ જૂની દારૂની બોટલ ખરીદવા માટે એક શખ્સે 39 લાખ રૂપિયા ખર્ચ કર્યા

નવી દિલ્હી: એક ખૂબ જ જૂની કહેવત છે: વાઇન (Wine) જેટલી જૂની હોય છે, તેની માંગ વધુ. કેટલાક લોકોને મોંઘામાં મોંઘી શરાબ પીવાનો શોખ હોય છે. પરંતુ, ક્યારેય સાંભળ્યું છે કે દારૂની બોટલ માટે કોઈ 39 લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે? કદાચ તમારો જવાબ ના હશે. જોકે, હોંગકોંગમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિએ આશરે 72 વર્ષ જુની દારૂની બોટલ માટે 39 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

              મળતી માહિતી મુજબ, હોંગકોંગમાં (Hong- Kong) ગ્લેન ગ્રાન્ટ વ્હિસ્કીની (Glan Grant whiskey) એક બોટલ હરાજી ખાતે 39 લાખ રૂપિયામાં વેચાઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્હિસ્કી 72 વર્ષ જૂની હતી. અહેવાલ મુજબ, આ વાઇન 1948 ના વર્ષમાં તૈયાર કરાઈ હતી. બોટલોર ગોર્ડન અને મેકકફેઇલ દ્વારા હરાજીમાં સૌ પ્રથમ તેની ઓફર કરવામાં આવી હતી. આ બોટલની બિડ કિંમત 54,000 હોંગકોંગ ડોલર એટલે કે લગભગ 39 લાખ રૂપિયા હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બોટલ વેચનારા વ્યક્તિને અપેક્ષા હતી કે ઓછામાં ઓછી તે 300,000 થી 380,000 હોંગકોંગ ડોલરમાં વેચાય. આ કેસમાં લોકોને આશ્ચર્ય પણ થયું છે કે દારૂની બોટલની કિંમત આટલી બધી હશે ?

(5:40 pm IST)