Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ઈંડોનેશિયાની સૌથી મોટી રિફાઇનરીમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાની સૌથી મોટી રિફાઇનરીઓ પૈકી એક બાલોનગન રિફાઇનરીમાં સોમવારે ભયાનક આગ લાગી. આગ પર કાબૂ મેળવવા માટે રાહત અને બચાવદળને ઘણી મહેનત કરવી પડી રહી છે. પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલી આ રિફાઇનરી સરકારી ઑઇલ કંપની 'પર્ટેમિના'ની છે. સ્થાનિક સમયાનુસાર આ આગ અડધી રાત બાદ 12:45 વાગ્યાની આસપાસ ભભૂકી ઊઠી. હજુ સુધી આગ લાગવાનાં કારણો અંગે કોઈ માહિતી મળી શકી નથી.

       મીડિયા રિપોર્ટ અનુસાર આ અગ્નિકાંડમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે. સાવચેતીનાં ભાગરૂપે લગભગ 950 લોકોને તેમનાં ઘરેથી સુરક્ષિત જગ્યાઓએ મોકલી દેવાયા છે. જોકે, અમુક લોકોની હજુ સુધી કોઈ ભાળ ન મળી હોવાનું જણાવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર નખાયેલા એક ટીવી ફૂટેજ અને વીડિયોમાં સોમવારની સવારે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા રિફાઇનરીની ઉપરથી ઊઠી રહેલાં દેખાયાં છે.

(5:27 pm IST)