Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ આકાશગંગામાં રહેવા માટે સુરક્ષિત જગ્યા શોધી કાઢી

નવી દિલ્હી: અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન બાદ આકાશગંગામાં રહેવા માટે એક સૌથી સુરક્ષિત સ્થળ શોધી લીધું છે. માટે વૈજ્ઞાનિકોને સમગ્ર આકાશગંગાની તપાસ કરવી પડી હતી. ચોંકાવનારી વાત છે કે, આપણે મનુષ્યો જે ગ્રહ પર વસીએ છીએ તે ખૂબ સુરક્ષિત સ્થાન પર આવેલો છે. પરંતુ જો તમે ગત વર્ષની કોરોના મહામારીમાંથી ઉગરીને કોઈ અન્ય ગ્રહ પર જવાની યોજના બનાવી રહ્યા છો તો તે માટે આકાશગંગાનું કેન્દ્ર સૌથી સુરક્ષિત સ્થાન હશે તે માનવું પડશે.

ઈટાલીની ઈનસુબ્રિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અંગે અભ્યાસ કર્યો છે. ટીમના પ્રમુખ અને એસ્ટ્રોનોમર રિકોર્ડો સ્પિનેલીએ જણાવ્યું કે, અંતરિક્ષમાં થયેલા વિસ્ફોટના કારણે અનેક જીવોનો અંત આવ્યો છે. અંતરિક્ષના વિસ્ફોટ એટલે કે, સુપરનોવા, ગામા-કિરણોમાં વિસ્ફોટ, ઉચ્ચ ઉર્જાવાળા કણોનો ફેલાવો અને રેડિએશન DNAને ફાડી શકે છે, તે જીવનનો અંત લાવી શકે છે.

(6:25 pm IST)