Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

સાઉદી એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં બીજો ડ્રોન હુમલો

નવી દિલ્હી: સાઉદી અરબમાં એક એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સાઉદીની સરકારી આએક સમાચાર એજન્સી દ્વારા  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં એક એરપોર્ટ પર મંગળવારના રોજ થયેલ એક ડ્રોન હુમલામાં 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમજ અન્ય એક અસૈન્ય વિમાન ઈજાગ્રસ્ત થયું હોવાનું માલુમ પડી રહ્યું છે.યમન સાથે જાહેર કરેલ યુદ્ધ વચ્ચે સાઉદી અરબ પર આ સૌથી મોટો હુમલો થયો છે જે છેલ્લા 24 કલાકમાં આ બીજો હુમલો થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

        હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ આતંકી સમૂહ દ્વારા લેવામાં આવી નથી. એરપોર્ટ પર થયેલ આ હુમલામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:29 pm IST)