Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ચાઈનીઝ મોબાઈલ કંપનીઓની 6500 કરોડથી વધુની કરચોરીનો પર્દાફાશ:1,000 કરોડથી દંડ ફટકારી શકાશે

CBDTએ મોટી કરચોરીનો કર્યો પર્દાફાશ : 2 કંપનીઓએ વિદેશોમાં પોતાના સમૂહની અન્ય કંપનીઓને રૉયલ્ટીના નામ પર 5,500 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરી

 

નવી દિલ્હી :ગત અઠવાડિયે આયકર વિભાગે 11 રાજ્યોમાં એક સાથે દરોડા પાડીને આ કંપનીઓની 6,500 કરોડ રૂપિયાથી વધુ બેહિસાબ રકમની જાણ થઇ છે. અધિકારીઓનું કહેવું છે કે નિયમોના ઉલ્લંઘન પર આ કંપનીઓ પર 1,000 કરોડ રૂપિયાથી વધુનો દંડ લાગી શકે છે.

આયકર વિભાગે 21 ડિસેમ્બરે કર્ણાટક, તામિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆરમાં આ કંપનીઓના પરિસરો પર દરોડા માર્યા હતા. આ દરમિયાન જાણ થાય છે કે 2 કંપનીઓએ વિદેશોમાં પોતાના સમૂહની અન્ય કંપનીઓને રૉયલ્ટીના નામ પર 5,500 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું કે, આ રકમ જે વસ્તુમાં ખર્ચ કરવામાં આવી, તે રીતે બહુ વધુ છે. અધિકારીઓનો દાવો છે કે કંપનીઓએ આયકર અધિનિયમનું ઉલ્લંઘન કર્યું છે. આ સિવાય આ કંપનીઓના ખાતમાં વિદેશથી જે ફંડ આવે છે તે શંકાસ્પદ પ્રકૃતિના છે.

સીબીડીટીએ જણાવ્યું કે, કંપનીના ભારતીય નિદેશકોએ સ્વીકાર કર્યો કે કંપનીના પ્રબંધનમાં તેમની કોઈ ભૂમિકા નથી અને તેની જવાબદારી માત્ર નામ સુધી સીમિત છે. પુરાવા મળ્યા છે કે કંપનીનો તમામ કોષ જે અંદાજિત 42 કરોડ રૂપિયા છે, ભારતથી બહાર ટેક્સ આપ્યા વગર ટ્રાન્સફર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સર્વેક્ષણની કાર્યવાહી ફિનટેક અને અન્ય સૉફ્ટવેર કંપનીઓ વિરૂદ્ધ પણ કરવામાં આવી અને મળી આવ્યું કે એવી કંપનીઓનો ખર્ચ વધારીને બતાવવા અને રમક દેશની બહાર લઇ જવા માટે કહેવામાં આવ્યું કે, આ પ્રકાર અંદાજિત 50 કરોડ રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા.

(12:13 am IST)