Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

નવા વર્ષે મળી મોટી ભેટ

LPG સિલિન્‍ડરના ભાવમાં મોટો ઘટાડો : કમર્શિયલ ગેસ સિલેન્‍ડરની કિંમત ૧૦૨ ઘટીને ૧૯૯૮.૫ થઇ : ઘરેલુ ગેસ સિલેન્‍ડરની કિંમતોમાં કોઇ ફેરફાર નથી

નવી દિલ્‍હી,તા. ૧ : નવા વર્ષ પર ગેસ કંપનીઓ તરફથી એલપીજી સિલેન્‍ડરની કિંમતોમાં કાપ મુકવામાં આવ્‍યો છે. આ કાપ ૧૯ કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલેન્‍ડર પર મુકવામાં આવ્‍યો છે. IOCL અનુસાર ૧ જાન્‍યુઆરી ૨૦૨૨એ દિલ્‍હીમાં કમર્શિયલ ગેસ સિલેન્‍ડરની કિંમત ૧૦૨ ઘટીને ૧૯૯૮.૫ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ૧૯ કિલોગ્રામ વાળા ગેસ સિલેન્‍ડર માટે દિલ્‍હી વાળા ૨૧૦૧ રુપિયા આપવા પડતા હતા. જયાં ચેન્નાઈમાં હવે ૧૯ કિલો ગ્રામ એલપીજી સિલેન્‍ડર માટે ૨૧૩૧ રુપિયા તો મુંબઈમાં ૧૯૪૮.૫૦ રુપિયા આપવાના રહેશે. નવી કિંમતો જારી થયા બાદ કોલક્‍તામાં કમર્શિયલ ગેસ સિલેન્‍ડર હવે આજથી ૨૦૭૬ રુપિયામાં ખરીદી શકાશે છે.
નવા વર્ષ પર ઘરેલુ એલપીજી સિલેન્‍ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્‍યો. આજ કારણ છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોને ઘેરલુ ગેસ સબસિડી વગર ૯૦૦ રુપિયામાં મળતો રહેશે. જાણો અન્‍ય શહેરોમાં કેટલો છે ભાવ.

 

(10:43 am IST)