Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

બેંકો સાથે ૧૬૨૬ કરોડની છેતરપિંડીઃ ચંડીગઢની ફાર્મા કંપની સામે કેસ

ગુનાહીત કાવતરૂં ઘડીને સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના નેતૃત્‍વવાળી બેંકોના જૂથને ચૂનો ચોપડયો : કેસ દાખલ કર્યા પછી સીબીઆઇના ૧૨ સ્‍થળોએ દરોડા

નવી દિલ્‍હી,તા. ૧: સીબીઆઇએ સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ સાથે કુલ ૧૬૨૬.૭૪ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ સીબીઆઇએ ચંડીગઢ સ્‍થિત ફાર્મા કંપની પરાબોલિક ડ્રગ્‍સ લિમિટેડના અિધકારીઓ સામે કેસ દાખલ કર્યો છે.
કંપનીના મેનેજિંગ ડાયરેક્‍ટર પ્રણવ ગુપ્ત ઉપરાંત ડાયરેક્‍ટરો વિનીત ગુપ્તા, દિપાલી ગુપ્તા, રામા ગુપ્તા, જગજિત સિંહ ચહલ, સંજીવ કુમાર, વંદના સિંગલા, ઇશરત ગિલ અને તેના ગેરંટર્સ ટી એન ગોયલ અને નિર્મલ બંસલ તથા જે ડી ગુપ્તા સામે કેસ દાખલ કરવામાં આવ્‍યો છે.
એફઆઇઆર દાખલ કરવામાં આવ્‍યા પછી સીબીઆઇએ ચંડીગઢ, પંચકુલા, લુિધયાણા, ફરિદાબાદ અને દિલ્‍હી સિૃથત ઓફિસો અને રહેઠાણોમાં દરોડા પાડયા હતાં તેમ સીબીઆઇ પ્રવક્‍તા આર સી જોશીએ એક નિવેદનમાં જણાવ્‍યું છે. સીબીઆઇના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર આ પ્રાઇવેટ કંપની દવાઓના ઉત્‍પાદન સાથે સંકળાયેલી હતી અને તેણે બેંકોના જૂથો સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી.

 

(10:39 am IST)