Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

દિલ્હીની હોસ્પિટલનો રિપોર્ટ

ઓમિક્રોન દર્દીને ઓક્સિજન સપોર્ટની જરૂર નથીઃ ગંભીર રીતે બીમાર પડતો નથી

૧૧૦ ઓમિક્રોન દર્દીઓમાં કોઈને પણ ઓક્સિજન સપોર્ટ આપવાની જરૂરિયાત ઊંભી થઈ નથી

નવી દિલ્હી, તા.૧: સમગ્ર દેશમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ડર ફ્ેલાયેલો છે. ત્યારે એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ ગંભીરરીતે બીમાર થઈ રહ્યા નથી. એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે સંપૂર્ણરીતે ઓમિક્રોન છવાઈ ગયા પછી વાયરસથી સંક્રમિત દર્દીઓના મોતના મામલા ખૂબ ઘટી જશે. દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સંબંધિત કેટલાંક રિપોર્ટ્સમાં નવા તારણો સામે આવી રહ્યા છે.
દિલ્હીમાં ઓમિક્રોનના દર્દીઓની સારવાર કરી રહેલી મોટી હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશ નારાયણ તરફ્થી જાણવા મળે છે કે અહીં દાખલ કોઈપણ દર્દીને ઓક્સિજન સપોર્ટ પર રાખવાની જરૂરિયાત નથી ઊંભી થઈ. આ હોસ્પિટલના એમડી ડોક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં હોસ્પિટલમાં ઓમિક્રોન સંક્રમિત ૧૧૦ દર્દી દાખલ થયા જેમાં ૮૯ દર્દી સારવાર બાદ સાજા થઈને ઘરે પરત ફ્રી ચૂક્યા છે.
દિલ્હીની આ હોસ્પિટલ તરફ્થી જણાવ્યા મુજબ, આ ૧૧૦ ઓમિક્રોન દર્દીઓમાં કોઈને પણ ઓક્સિજન સપોર્ટ આપવાની જરૂરિયાત ઊંભી થઈ નથી. કારણકે દરેક દર્દીનું સેચ્યુરેશન લેવલ એકદમ સામાન્ય રહ્યું. મતલબ કે ઓમિક્રોન સંક્રમિત દર્દી એટલો નબળો નથી પડતો કે તેમાં ગંભીર લક્ષણ જોવા મળે અને ઓક્સિજન લેવલ ખૂબ નીચે જતું રહે. કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટ્યું હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હીમાં ગુરુવારે કોરોના સંક્રમણ દર વધીને ૧.૭૯% થઈ ગયો છે. અહીં કુલ કોરોના દર્દીઓમાં ૪૬્રુ ઓમિક્રોનથી સંક્રમિત છે. કોરોના દર્દીઓમાં ૬૬ લોકોને ઓક્સિજન સપોર્ટ આપવો પડ્યો પણ તેમાંથી એકપણ ઓમિક્રોન સંક્રમિત નથી.
અહીં નોંધનીય છે કે મુંબઈમાં દર્દીઓની સારવાર કરનાર એક ડોક્ટરે જણાવ્યું હતું કે, જે દર્દીઓમાં લક્ષણો જોવા મળ્યા હતા, તેમાં મોટાભાગના લોકોએ ગળામાં ખારાશ, થાક અને શરીરમાં દુઃખાવાની ફ્રિયાદ કરી હતી. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ દર્દીમાં ચેપનો ફ્ેલાવો જોવા મળ્યો ન હતો. ણ્ય્ઘ્વ્ સ્કેનમાં તમામ દર્દીઓના ફ્ેફ્સામાં કોઈ સંક્રમણ ફ્ેલાયું ન હતું. મોટાભાગના લોકોને સામાન્ય તાવ અને દુઃખાવાની દવા જેમ કે પેરાસિટામોલથી ઠીક થઈ ગયા હતા, જયારે એસિમ્પ્ટોમેટિક દર્દીઓને મલ્ટીવિટામિન્સ આપવામાં આવ્યા હતા.

 

(11:01 am IST)