Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

કોરોનાના વધતા કેસ વચ્ચે ફ્રી આગળ આવ્યો સોનૂ સૂદ, કહ્યું:‘ગમે ત્યારે કોલ કરજો’

બોલીવૂડ એક્ટર સોનૂ સૂદે લોકોને સુરક્ષિત રહેવા માટે સલાહ આપતો એક મેસેજ શેર કર્યો : છેલ્લી બે લહેરોમાં લોકોની ખુલા દિલે મદદ કરનારા સોનૂ સૂદ ફ્રી એક વાર લોકોની મદદ માટે આગળ આવ્યો છેઃ તેણે એક તસ્વીર શેર કરી છે

મુંબઇ, તા.૧: આખી દુનિયાની સાથે ભારતમાં પણ એક વાર ફ્રી કોરોના વાયરસે માથુ ઉંંચક્યું છે. ભારતના દરેક પ્રદેશમાં રોજે રોજ કોરોનાના મામલા વધી રહ્યાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે. ત્યારે લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. એ પછી બોલીવૂડ એક્ટર સોનૂ સૂદે લોકોને સુરક્ષિત રહેવા માટે સલાહ આપી છે.
કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરમાં સોનૂ સૂદે અનેક પ્રભાવિત લોકોને દિલ ખોલીને મદદ કરી હતી. એ બાદ સોનૂ સૂદ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયો હતો. ત્યારે હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનૂ સૂદે એક મેસેજ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સોનૂ સૂદે એક તસવીર શેર કરીને લખ્યું કે, કોરોનાના કેસ ગમે તેટલાં ભલેને ન વધી જાય, પણ ભગવાન ન કરે કે મારી જરૂર પડે, પરંતુ ક્યારેક પડી જાય તો યાદ રાખજો મારો ફેન નંબર, હજુ એ જ છે. આ મેસેજના કેપ્શનમાં સોનૂએ લખ્યું કે, હંમેશા માત્ર એક ફેન કોલ દૂર. સુરક્ષિત રહેજો.
મહત્વનું છે કે, સોનૂ સૂદ ત્યારે ચર્ચામાં આવ્યો હતો કે જયારે કોરોના વાયરસની પહેલી અને બીજી લહેર દરમિયાન ભારતના વિવિધ વિસ્તારના પ્રવાસી મજૂરોની મદદ માટે વ્યવસ્થા કરી હતી. ત્યારે સોનૂ સૂદે મજૂરોને ખાવા પીવા અને સુરક્ષિત દ્યરે પહોંચાડવાની પણ વ્યસ્થા કરી હતી. એ બાદ બીજી લહેર દરમિયાન પણ સોનૂ સૂદે ઓક્સિજન, આઈસીયૂ, વેન્ટિલેટર અને બેડની સમસ્યાથી પીડિતા દર્દીઓની ખૂબ મદદ કરી હતી.
વિવિધ વિસ્તારમાંથી લોકો સોનૂ સૂદ પાસે મદદ માગવા માટે પહોંચતા હતા. સોનૂ સૂદ પણ લોકોને મદદ કરવામાં પીછે હટ કરતો નહોતો. આ દરમિયાન એના અનેક વીડિયો પણ વાયરલ થયા હતા. જેમાં તે લોકોની મદદ કરતો નજરે પડ્યો હતો. એ પછી સોનૂ સૂદ લોકોમાં પ્રખ્યાત થઈ ગયો હતો. ત્યારે પણ સોનૂ સૂદે લોકોની દિલ ખોલીને મદદ કરી હતી.

 

(11:02 am IST)