Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

આનંદ મહિન્દ્રાએ હ્દય સ્પર્શી આ તસવીરને ગણાવી ૨૦૨૧ની સૌથી શ્રેષ્ઠ તસવીર

આ તસવીરને ૩૧ લાખથી વધુ લોકોએ લાઈક કરી છેઃ ત્યારે ૩ હજારથી વધુ લોકોએ આ તસવીરને રીટ્વીટ કરી છે

નવી દિલ્હી, તા.૧: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફેર્મ છે જયાં કોઈ પણ વીડિયો કે પોસ્ટ આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ઉંદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની વાત કરીએ તો તેઓ પોતાના ટ્વિટર એકાઉંન્ટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો કે પોસ્ટ શેર કરતા રહે છે. તેમની કેટલીક પોસ્ટ ફ્ની હોય છે તો કેટલીક પ્રેરણાદાયી હોય છે.
હવે સોશિયલ મીડિયા પ્લેટફેર્મ ટ્વિટર એકાઉંન્ટ પર જે પોસ્ટ વાયરલ થઈ રહી છે, તેમાં એક હ્દય સ્પર્શી ફેટો જોવા મળે છે. આ જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. તેમની આ પોસ્ટ દરેકને ખૂબ જ આકર્ષી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરને આનંદ મહિન્દ્રા એ પોતાના ઓફ્િિશયલ ટ્વિટર એકાઉંન્ટ પર શેર કરી છે. તસવીર શેર કરતા તેઓએ તેના કેપ્શનમાં લખ્યું- આ વર્ષની સૌથી ફ્ેવરિટ તસવીર છે. માફ્ કરશો, મને ફેટોગ્રાફ્રનું નામ ખબર નથી.
આ તસવીર કોઈએ ઇનબોક્સ કરી છે. આ તસ્વીર દ્વારા સખત મહેનત, આશાને સમજી શકાય છે. આ પણ જીવન છે. જયારથી તેમની આ પોસ્ટ ઈન્ટરનેટ પર જોવા મળી છે, લોકો તેમની લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા દ્યણો પ્રેમ વરસાવી રહ્યા છે.
વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે પિતા-પુત્ર એક લારીમાં છે. પિતા લારીને હાથ વડે ચલાવી રહ્યા છે અને પુત્ર લારી ઉંપર બેસી અભ્યાસ કરી રહ્યો છે. આ તસવીર હ્દય સ્પર્શી છે. આ તસવીરને ૩૧ લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. ત્યારે ૩ હજારથી વધુ લોકોએ આ તસવીરને રીટ્વીટ કરી છે.
લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા એક યુઝરે લખ્યું- સર, આ તસવીરમાં ગરીબી અને લાચારી પણ દેખાઈ રહી છે. અન્ય યુઝરે લખ્યું- આ તસવીરમાં એક આશા છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં દ્યણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.

 

(11:03 am IST)