Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડઃ ૧૨ના મોતઃ ૨૬ને ઇજા

નવા વર્ષ પ્રસંગે મોટી સંખ્યામાં ભકતો ઉંમટી પડયા હતાઃ ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલઃ ઘટનાની તપાસના આદેશોઃ નવા વર્ષ ૨૦૨૨ના પ્રારંભે આજે વ્હેલી સવારે ૨.૪૫ કલાકે સર્જાઇ દુર્ઘટનાઃ રાહત-બચાવકાર્ય ચાલુ

જમ્મુ, તા.૧: નવા વર્ષના પ્રસંગે માતા વૈષ્ણોદેવી મંદિર ભવનમાં મચેલી ભાગદોડમાં લગભગ ૧૨ લોકોના મોત થયા છે. આ દર્દનાક ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને થોડીવાર યાત્રા બંધ કરી દેવાઇ હતી જો કે બાદમાં ચાલુ કરી દેવાઇ હતી. આ ઘટના રાત્રે ૨.૪૫ કલાકે ગેટ નં.૩ પાસે બનવા પામી હતી. નવા વર્ષના પ્રસંગે ગઇ સાંજથી જ મોટી સંખ્યામાં ભકતો એકઠા થયા હતાં. કોરોના પ્રોટોકોોલ હેઠળ ભવન ક્ષેત્રમાં આટલી ભાગદોડ કઇ રીતે મચી હતી તે બાબતે સવાલ ઉંભા થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ભવન ક્ષેત્રમાં દર્શન માટે પહોંચેલા લોકોમાં દલીલબાજી થઇ હતી જે પછી ધક્કા-મુક્કી થઇ હતી અને જોતજોતામાં સ્થિતિ વણસી અને ભાગદોડ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તો પૈકી અનેકની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની શકયતા છે, ઘટનાની તપાસના આદેશો અપાયા છે.
નવા વર્ષના પ્રસંગ પર માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી ૧૨ લોકોના મોત થયાના સમાચાર આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાની પોલીસે જણાવ્યું છે કે હાલ રાહત તથા બચાવ કાર્ય જારી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. સોશિયલ મીડિયા પર ભાગદોડના કેટલાક વીડિયો જારી થયા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા વર્ષના  પ્રસંગ પર ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે પહોંચ્યા હતા .  આ દરમિયાન ભાગદોડ મચી હતી. જેના કારણે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ પાછા ફ્રી રહ્યા હતા.
બ્લોક  મેડિકલ ઓફ્સિર ડો. ગોપાલ દત્ત્।ે જણાવ્યું કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભોગદોડના કારણે ૧૨ લોકોના મોત થયા છે. અત્યાર સુધી પાક્કો આંકડો સામે આવ્યો નથી. મરનારાને પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. આ ઉંપરાંત દ્યાયલોને નારાયણા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી ૨૬ દ્યાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે. દ્યટનાનું કારણ હજું સુધી જાણી શકાયું નથી. નવા વર્ષની પહેલી સવારે મોટી સંખ્યામાં ભારે ભીડ ઉંમટી હોવાનું કારણે આ બન્યું હોવાનું મનાઈ રહ્યું છે.
ઘાયલ લોકોમાંથી અનેકની સ્થિતિ બહું ગંભીર છે. હાલમાં ૨૬ દ્યાયલોને માતા વૈષ્ણો દેવી નારાયણા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે. રિયાસી પોલીસ કન્ટ્રોલ રુમે જણાવ્યું કે બચાવ તથા રાહત કાર્ય જારી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. સ્થળ પર વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના પ્રતિનિધિ અને અનેક વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી પહોંચ્યા છે. ભાગદોડનું કારણ જાણી શકાયું નથી.

કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ
PM મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યોઃ સહાય જાહેર

જમ્મુ, તા.૧: કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત થયા છે, લોકો ઘાયલ છે. આ ઘટના સવારે ૨.૪૫ વાગ્યે બની હતી. પ્રારંભિક માહિતી અનુસાર, કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફ્ેરવાઈ ગઈ.
આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ દ્યટના બાદ લેફૂટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ભ્પ્ફ્ય્જ્ તરફ્થી દરેકને ૨ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ અકસ્માત પર ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું- માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની દુર્દ્યટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. દ્યાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.
બીજી તરફ્ કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ રૂપિયા ૧૦ લાખની સહાય અને ગંભીર રીતે દ્યાયલ થયેલા લોકો માટે રૂ ૨ લાખની સહાય  જાહેર કરી છે.
આ ઘટનામાં દિલ્હી, હરિયાણા, પંજાબના રહેવાસીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા એક વ્યક્તિ પણ જમ્મુ-કાશ્મીરનો છે. તો આ તરફ્ રિયાસી ખાતેના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં લોકો દ્યાયલ થયેલા લોકોનું હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

વૈષ્ણો દેવી મંદિરમાં પહોંચ્યા હતા ૭૦ થી ૮૦ હજાર શ્રધ્ધાળુ

નવી દિલ્હીઃ વૈષ્ણો દેવી મંદિર સંકુલમાં ભાગદોડ થતાં ૧ર લોકોના મોત થયા છેઃ મૃતકોમાંથી ૭ની ઓળખ થઇ છેઃ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ૭૦ થી ૮૦ હજાર શ્રધ્ધાળુ ઉંમટી પડયા હતાઃ દરમ્યાન ઘટનાની તપાસના આદેશો અપાયાઃ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ પહોંચ્યા

 

(11:14 am IST)