Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

JSW ગ્રુપની કર્મચારીઓને ભેટ :ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે આપશે 3 લાખ રૂપિયા

JSW એ તેની લેટેસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ JSW ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી રજૂ કરી

નવી દિલ્હી :JSW ગ્રુપ તેના કર્મચારીઓને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા નવા વર્ષમાં એક નવી સ્કીમ શરૂ કરી છે, કંપનીએ 1 જાન્યુઆરીથી સમગ્ર ભારતમાં તેના કર્મચારીઓને 3 લાખ રૂપિયા સુધીના પ્રોત્સાહનની જાહેરાત કરી છે.

JSW ગ્રૂપે જાહેર કરેલા એક નિવેદન મુજબ ગ્રૂપ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે તેના કર્મચારીઓને 3 લાખ રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપશે. JSW એ તેની લેટેસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ JSW ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી રજૂ કરી છે. કંપની કર્મચારીઓને ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે 3 લાખ રૂપિયાની સુવિધા આપશે.

આ નીતિ હેઠળ, JSW ગ્રુપની ઓફિસો અને પ્લાન્ટ્સમાં તમામ કર્મચારીઓ માટે ફ્રિ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ સ્લોટ આપવામાં આવશે. JSW ગ્રુપ આ પોલિસી દ્વારા કર્મચારીઓમાં શક્ય તેટલું ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માંગે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં એવું લાગે છે કે કાર અથવા બાઇકનો ઉપયોગ મધ્યમ વર્ગના પરિવારોનું સ્વપ્ન બની જશે. આવી સ્થિતિમાં, બજારમાં ઇલેક્ટ્રિક વાહનની એન્ટ્રી સતત ચર્ચાનું કારણ બની ગઈ છે. પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, ઇલેક્ટ્રિક વાહન પણ એક સારો વિકલ્પ બની શકે છે.

(11:59 am IST)