Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર ફેરાડિયન લિમિટેડને હસ્તગત કરશે

સોડિયમ-આયન બેટરી ટેકનોલોજી ધરાવતી અગ્રણી વૈશ્વિક કંપની ઉંચ્ચ ઘનતા પ્રદાન કરતી, ટકાઉં અને સ્પર્ધાત્મક કિંમત ધરાવતી બેટરીની ટેકનોલોજીઃ ભારતને સ્વચ્છ ઊંર્જા આધારિત વીજળી અને પરિવહન તરફ લઈ જવા માટેનો માર્ગ સરળ અને ઝડપી બનાવવો એ રિલાયન્સની મૂળભૂત વ્યૂહરચના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, ૩૧: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે (ય્ફ્ચ્લ્ન્) ૧૦૦ મિલિયન ગ્રેટ બ્રિટન પાઉંન્ડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય સાથે ફેરાડિયન લિમિટેડ (ર્જ્ીર્શ્વીફુજ્ઞ્ંઁ) માં ૧૦૦્રુ શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટે નિશ્ચિત કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉંપરાંત, ય્ફ્ચ્લ્ન્ વ્યાવસાયિક ગતિવિધિ શરૂ કરવા માટે ૨૫ મિલિયન પાઉંન્ડનું મૂડીરોકાણ પણ કરશે.
યુકેમાં શેફિલ્ડ અને ઓક્સફોર્ડ સ્થિત આ કંપની અને તેની સોડિયમ-આયન બેટરી ટેક્નોલોજીની પેટન્ટ સાથે, ફેરાડિયન અગ્રણી વૈશ્વિક બેટરી ટેકનોલોજી કંપનીઓમાંની એક છે. તે સોડિયમ-આયન ટેક્નોલોજીના વિવિધ પાસાઓને આવરી લેતો સ્પર્ધાત્મક રીતે શ્રેષ્ઠ, વ્યૂહાત્મક, વિસ્તૃત અને વ્યાપક ત્ભ્ પોર્ટફોલિયો ધરાવે છે.
ફેરાડિયનની સોડિયમ-આયન ટેક્નોલોજી વૈકલ્પિક બેટરી ટેક્નોલોજીની સરખામણીમાં નોંધપાત્ર ફાયદાઓ આપે છે, ખાસ કરીને લિથિયમ-આયન અને લીડ એસિડ, જેમાં ટકાઉંપણું - કોબાલ્ટ, લિથિયમ, કોપર અથવા ગ્રેફાઇટ પર કોઈ પ્રકારનું અવલંબન અને તેનો ઉંપયોગ નહીં. સોડિયમ એ પૃથ્વી પર ઉંપલબ્ધ પર છઠ્ઠું સૌથી વધુ વિપુલ તત્વ છે.
ઝીરો-વોલ્ટ સલામત પરિવહન અને સંગ્રહ ક્ષમતા ધરાવતી પેટન્ટ.
ઓછી કિંમત - આ ટેક્નોલોજી ધરાવતી બેટરીની કિંમત લીડ-એસિડ સાથે સરળતાથી કરી શકાય, એ સાથે જ આગળ જતાં કિંમતોમાં વધુ ઘટાડો પણ શક્ય છે.
સ્કેલેબિલિટી - હાલ ઉંપલબ્ધ લિથિયમ-આયન મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો જ ઉંપયોગ કરે છે અને આ પદ્ઘતિ પહેલાથી જ બહુવિધ વ્યાપારી ઉંત્પાદક ભાગીદારો થકી સાબિત થયેલી છે.
પર્ફોર્મન્સ - લિથિયમ-આયન ફોસ્ફેટની સમકક્ષ ઊંર્જા ઘનતા અને -૩૦થી૬૦ની વિસ્તૃત ઓપરેટિંગ તાપમાન શ્રેણી સાથે.
ઝડપી ર્ચાજિંગ અને ડિસચાર્જ ક્ષમતાના ફાયદા થશે.
આ બધું એક આવનારી પેઢી માટે, ઉંચ્ચ ઘનતા સાથે, સલામત, ટકાઉં અને ઓછા ખર્ચે ઊંર્જા સંગ્રહ ટેકનોલોજીના સોલ્યુશન ઓફર કરે છે.
રિલાયન્સ ભારતના જામનગર ખાતે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ પ્રોજેક્ટમાં તેની સૂચિત સંપૂર્ણ સંકલિત ઊંર્જા સંગ્રહ ગીગા ફેક્ટરીમાં ફેરાડિયનની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉંપયોગ કરશે.
આ હસ્તાંતરણ વિશે બોલતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમે ફેરાડિયન  અને તેની અનુભવી ટીમનું રિલાયન્સ પરિવારમાં સ્વાગત કરીએ છીએ. સૌથી અદ્યતન અને સંકલિત નવી ઉંર્જા ઇકોસિસ્ટમ બનાવવાની અમારી મહત્વાકાંક્ષાને આ હસ્તાંતરણ વધુ મજબૂત કરશે તથા તેના નિર્માણમાં યોગદાન આપશે અને ભારતને અગ્રણી બેટરી ટેકનોલોજીમાં મોખરે લઈ આવશે. ફેરાડિયન દ્વારા વિકસિત સોડિયમ-આયન ટેક્નોલોજી વૈશ્વિક સ્તરે અગ્રણી ઊંર્જા સંગ્રહ અને બેટરી સોલ્યુશન પ્રદાન કરે છે જે સલામત, ટકાઉં, ઉંચ્ચ ઊંર્જા ઘનતા પ્રદાન કરે છે અને નોંધપાત્ર રીતે સ્પર્ધાત્મક છે. વધુમાં, તેમાં મોબિલિટીથી લઈને ગ્રીડ સ્કેલ સ્ટોરેજ અને બેક-અપ પાવર સુધીના વ્યાપક ઉંપયોગની એપ્લિકેશનો છે.
સૌથી મહત્વપૂર્ણ, તે સોડિયમનો ઉંપયોગ કરે છે, જે તેની વિશાળ નવીનીકરણીય ઊંર્જા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિક વ્હિકલ ર્ચાજિંગના બજાર માટે ભારતની ઊંર્જા સંગ્રહની જરૂરિયાતોને સુરક્ષિત કરશે. અમે ફેરાડિયન મેનેજમેન્ટ સાથે કામ કરીશું અને ભારતમાં ઈન્ટિગ્રેટેડ અને એન્ડ-ટુ-એન્ડ ગીગા સ્કેલ મેન્યુફેક્ચરિંગ દ્વારા ટેક્નોલોજીનું વ્યાપારીકરણ કરવાની તેની યોજનાઓને વેગ આપીશું. અમારું માનવું છે કે આ અમારા દ્વારા લેવાયેલા ઘણા પગલાઓમાંનું એક હશે જે ભારતના ચ્સ્ મોબિલિટી અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના વિકાસ અને તેનું રૂપાંતર કરનારા અમારા ભારતીય ભાગીદારો માટે મોટા પાયે ઊંર્જા સંગ્રહની જરૂરિયાતોને સક્ષમ કરશે, વેગ આપશે અને સુરક્ષિત કરશે.
ફેરાડિયનના સીઈઓ શ્રી જેમ્સ ક્વિને પણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, ફેરાડિયન સોડિયમ-આયન બેટરી ટેક્નોલોજીને ચેમ્પિયન બનાવનાર પ્રથમ પૈકીની એક કંપની છે. રિલાયન્સ ઝડપથી વિસ્તરતા ભારતીય બજારમાં ફેરાડિયનના વિકાસને સમર્થન આપવા અને વૈશ્વિક ઊંર્જા બજારના પરિવર્તનને સંયુક્ત રીતે ઝડપી બનાવવા માટે શ્રેષ્ઠ ભાગીદાર છે. રિલાયન્સ જૂથનો ભાગ બનવું એ સોડિયમ-આયન ટેક્નોલોજીને આગળ વધારવામાં અમારી ટીમે કરેલા અવિશ્વસનીય કાર્યને માન્યતા પ્રદાન કરે છે. રિલાયન્સ સાથે મળીને, ફેરાડિયન ભારતમાં અને વૈશ્વિક સ્તરે બ્રિટિશ નવીનતા લાવી શકે છે, કારણ કે વિશ્વ વધુ ને વધુ લિથિયમથી આગળના વિકલ્પનો તરફ નજર દોડાવી રહ્યું છે. નેટ ઝીરો કાર્બન ઉંત્સર્જન માટેના ભારતના અભિયાનનો હિસ્સો બનવા અમે આતુર છીએ.ડાૅ. ક્રિસ રાઈટ, અધ્યક્ષ અને સહપ્રસ્થાપક, ફેરાડિયન, જણાવ્યું હતું કે, ડાૅ. જેરી બાર્કર, અશ્વિન કુમારસ્વામી અને મેં ૨૦૧૦માં સોડિયમ-આયન ટેક્નોલોજી વિકસાવવા અને તેને બજારમાં લાવવા માટે મર્સિયા એસેટ મેનેજમેન્ટના ભંડોળ સાથે ફેરાડિયનની સ્થાપના કરી હતી. રિલાયન્સ સાથેનો આ સોદો ફેરાડિયનની સોડિયમ-આયન બેટરીને આગામી દાયકાઓ સુધી સસ્તી, સ્વચ્છ, વધુ ટકાઉં ઊંર્જા માટે વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાના અભિન્ન અંગ તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કરે છે.આ વ્યવહાર માટે રિલાયન્સ તરફે લિન્કલેસ્ટર એલએલપી કાયદાકીય સલાહકાર અને અર્ન્સ્ટ એન્ડ યંગ અકાઉંન્ટિંગ અને ટેક્સ બાબતોના સલાહકાર હતા.

 

(12:04 pm IST)