Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

વર્ષના અંતિમ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ૫૮.૭ કરોડ ડોલરનો ઘટાડો

નવી દિલ્હી, તા.૧ઃ ૨૪ ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી મુદ્રા ભંડાર ૫૮.૭ કરોડ ડોલર ઘટીને ૬૩૫.૦૮ અબજ ડોલર થઈ ગયો છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અગાઉંના ૧૭ ડિસેમ્બરે પૂર્ણ થયેલાસપ્તાહે વિદેશી મુદ્રા ભંડાર ૧૬ કરોડ ડોલર ઘટીને ૬૩૫.૬૬૭ અબજ ડોલર હતો. વર્ષ દરમ્યાન ૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભંડાર ૬૪૨.૪૫૩ ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.
ય્ગ્ત્ના સપ્તાહિક ડેટા અનુસાર ૨૪ ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સમીક્ષા હેઠળના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી વિનિમય અસ્કયામતો (જ્ઘ્ખ્)માં ઘટાડો છે જે કુલ વિદેશી મુદ્રા અનામતનો નોંધપાત્ર ભાગ છે. સપ્તાહ દરમિયાન જ્ઘ્ખ્ કુલ ૮૪.૭ કરોડ ડોલર ઘટીને ૫૭૧.૩૬૯ અબજ ડોલર થયું હતું તેમ આરબીઆઈના ડેટામાં જણાવાયું છે.

 

(1:05 pm IST)