Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ઓમિક્રોન વેરિએન્ટ કોરોનાની નવી સુનામી લાવી શકેઃ બાળકોને લઇને ઘણી સાવધાની વર્તવાની જરૂરઃ WHO

અમેરિકામાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ૧૭ વર્ષ સુધીનાની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા પહેલા અઠવાડિયાની સરખામણીએ ૬૬.૧ ટકાથી વધારેઃ બાળકોને મોટાપાયે ઝપેટમાં લઇ રહ્યો છે નવો વેરિયન્ટઃ રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

નવી દિલ્હી તા.૧: ઓમિક્રોનને લઈને ષ્ણ્બ્એ ચેતવણી આપી છે કે આ વેરિએન્ટ કોરોનાની નવી લહેર નહીં બલ્કી સુનામી લાવી શકે છે. આમ તો આ વેરિએન્ટનો ખતરો દરેક ઉંંમરના લોકો પર છે પરંતુ બાળકોને લઈને ઘણી સાવધાની વર્તવાની જરૂર છે. અમેરિકાથી જે રીતે બાળકોના કોરોના સંક્રમિત થવાના સમાચાર આવી રહ્યા છે. તે હેરાન કરનારા છે. નવા વેરિએન્ટને જોતા વિશેષજ્ઞો પણ ચિંતિત છે અને એટલા માટે તેમના રસીકરણ માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે.અમેરિકન એકેડમી ઓફ્ પીડિયાટ્રિક્સના જણાવ્યાનુંસાર ૨૩ ડિસેમ્બર વાળા અઠવાડિયાની વાત કરીએ તો અમેરિકામાં લગભગ ૧૯૯,૦૦૦ બાળકોના કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ થઈ. જે મહિનાની શરૂઆતના આંકડાથી ૫૦ ટકા વધારે છે. બીજી તરફ્ ૨૮ ડિસેમ્બર વાળા અઠવાડિયામાં ૧૭ વર્ષ સુધીના લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા લગભગ ૩૭૮ હતી. જે પહેલા અઠવાડિયાની સરખામણીએ ૬૬.૧ ટકાથી વધારે હતી.
આ આંકડા આની પહેલા એક ડિસેમ્બરે ડેલ્ટા વેરિએન્ટની લહેરમાં જોવા મળ્યા હતા.  આ બાદ હોસ્પિટલમા દાખલ થનારા એવા લોકો છે જેમની ઉંંમર ૧૮થી ૨૯ વર્ષની વચ્ચે છે. જો કે વુદ્ધોની સરખામણીએ યુવાઓમાં ગંભીર બિમારીનું સંકટ ઓછું છે.ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલના પેથોલોજિસ્ટ અને ઈમ્યૂનોલોજિસ્ટ જિમ વર્સાલોવિકે જણાવ્યું કે,  ઓમિક્રોન વેરિએન્ટથી વધારે ગંભીર સંક્રમણ નથી થઈ રહ્યું. પરંતુ બાળકોને આ સૌથી વધારે સંક્રમિત કરી રહ્યું છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યામાં તેજીથી વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે બાળકોમાં મોટેરાઓની જેમ ઓમિક્રોનથી હળવી બિમારી સામે આવી રહી છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના સંક્રમણથી બચવા માટે એક માત્ર ઉંપાય રસી લેવાનો છે અને એટલા માટે સમય ગુમાવ્યા વગર રસી લો. આ સાથે જ તેમણે કહ્યું કે રસી લેવાની વાત દરેક પર સમાન રીતે લાગૂ થશે. ભારતમાં પણ આગામી ૩ જાન્યુઆરીથી ૧૫થી ૧૮ વર્ષની ઉંંમરમા બાળકોને કોરોનાની રસી લાગવાની શરૂ થઈ જશે.  જયારે ૨થી ૧૫ વર્ષના બાળકો માટે રસીનું પરિક્ષણ ચાલી રહ્યું છે.

 

(2:06 pm IST)