Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

૨૦૨૨માં એવી કઇ કઇ ઘટના - પ્રસંગ બનશે કે સમગ્ર દેશની નજર કેન્દ્રીત થશે

૭ રાજ્યોમાં કોણ જીતશે ? કોણ બનશે રાષ્ટ્રપતિ ? 5Gની એન્ટ્રી કેવી રહેશે ? ૨૦૨૨માં હશે આ સવાલ

નવી દિલ્હી તા. ૧: વધુ એક વર્ષ વીતી ગયું પણ કોરોના મહામારીની અસર ખતમ થવાને બદલે વધતી દેખાઇ રહી છે. ત્યારે એમ માનવું ખોટું સાબિત થશે કે ૨૦૨૨માં આપણે કોરોનાની અસરમાંથી મુક્તિ મળશે. જો કે ભારત પાસે આ વર્ષે ઘણી નવી ઉંપલબ્ધિઓ અને સકારાત્મક લક્ષ્ય હશે જેના પર દેશવાસીઓને ઘણી આશાઓ છે. ત્યારે અમે આપને જણાવીએ કે ૨૦૨૨માં એવી કઇ મોટી ઘટનાઓ બનવાની છે જેના પર દેશવાસીઓની નજર રહેશે.
(૧) અમૃત મહોત્સવ
૨૦૨૨માં ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુરા થશે. આ અવસરે કેન્દ્ર સરકારે અમૃત મહોત્સવ ઉંજવવાની જાહેરાત કરી છે. તેના હેઠળ સરકાર આપણા લોકોનો ઇતિહાસ, સંસ્કૃતિ અને ઉંપલબ્ધિઓ આખા વિશ્વ સામે પ્રદર્શિત કરશે. આ ઉંત્સવ ૭૫માં સ્વાતંર્ત્ય દિવસના ૭૫ અઠવાડિયા પહેલા ૧૨ માર્ચ ૨૦૨૧થી શરૂ કરાયો હતો અને ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે.
(ર) રાષ્ટ્રપતિની ચુંટણી
૨૦૨૨માં ભારતમાં રાષ્ટ્રપતિની ચુંટણી પણ થવાની છે. તેના દ્વારા ભારતના ૧૭ માં રાષ્ટ્રપતિ ચુંટાશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જુલાઇ ૨૦૨૨ સુધી આ પદ પર રહેશે. ત્યાર પછી નવા રાષ્ટ્રપતિ માટે ચુંટણી થશે.
(૩) સાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી
ભારતમાં આ વર્ષે કુલ સાત રાજ્યોની ચુંટણી થવાની છે. જેમાં ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે યુપી, ઉંત્તરાખંડ, પંજાબ, મણીપુર અને ગોવામાં ચુંટણી થશે અને વર્ષના અંતભાગમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચુંટણી થવાની છે. આ ચુંટણીઓ ભાજપા, કોંગ્રેસ અને ક્ષેત્રીય પક્ષો માટે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા બળાબળના પારખારૂપ બનશે.
હાલમાં યુપી, ઉંત્તરાખંડ, ગોવા, મણીપુર અને ગુજરાતમાં ભાજપાની સરકાર છે. કોંગ્રેસ પાસે ફકત પંજાબ છે. ૨૦૨૨ની આ ચુંટણીઓ રાજ્યસભામાં પણ ભાજપાની સ્થિતિ નક્કી કરશે.
(૪) આવકાશમાં મળશે મોટી સફળતા
ઇસરોએ ૨૦૨૨માં બે માનવરહિત મિશન પુરા કરવાની યોજના બનાવી છે. ત્યાર પછી આ એજન્સી દ્વારા વર્ષના અંતભાગમાં ગગનયાન મિશન પણ લોન્ચ થવાનું છે, જે ભારતનું અવકાશમાં મોકલાનારૂ પહેલું માનવ મિશન હશે. પહેલા આ મિશન ૨૦૨૧માં મોકલવાનું હતું પણ કોરોનાના લીધે તેમાં મોડું થયું છે.
(૫) G૨૦ની અધ્યક્ષતા
વિદેશ મોરચે પણ આ વર્ષ ભારત માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. ભારત આ વર્ષે જી૨૦ની અધ્યક્ષતા સંભાળશે. કોરોના મહામારી વચ્ચે ભારત પાસે દુનિયાને પોતાની દ્ષ્ટિથી પરિચિત કરાવવાનો આ મહત્વનો મોકો છે. જી૨૦ના લગભગ બધા નેતાઓ સાથે મોદીના સારા સંબંધો છે.
(૬) શીતકાલીન ઓલમ્પીક, પેરાલમ્પીક, કોમન વેલ્થ અને ઓશિયન ગેમ્સ
૨૦૨૨ ભારત માટે રમતગમત ક્ષેત્રમાં પણ મહત્વનું રહેશે. ભારત પાસે ત્રણ મોટા વૈશ્વિક ખેલમાં ભાગ લેવાનો મોકો છે. પહેલા ફેબ્રુઆરી-માર્ચમાં ચીનના બૈજીંગમાં વીન્ટર ઓલમ્પીક અને પેરાલમ્પીકનું આયોજન થવાનું છે. ત્યાર પછી ૨૮ જુલાઇથી ૮ ઓગસ્ટ સુધી ઇંગ્લેન્ડના બર્મીંગહામમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. તેના બે મહિના પછી સપ્ટેમ્બરમાં ૧૦ થી ૨૫ તારીખ સુધી ચીનના હાંગઝુમાં એશીયન ગેમ્સ યોજાશે.
(૭) 5Gની શરૂઆત
ભારતના ટેલીકોમ મંત્રાલયે ડીસેમ્બરના અંતમાં જ જાહેરાત કરી છે કે તે ૨૦૨૨ના મધ્યમાં 5G ઇન્ટરનેટ સેવાઓ લોન્ચ કરશે. શરૂઆતમાં આ સેવાઓ ૧૩ શહેરોમાં ચાલુ થશે. જેમાં અમદાવાદ, બેંગ્લોર, ચંડીગઢ, ચેન્નાઇ, દિલ્હી, ગાંધીનગર, ગુડગાંવ, હૈદ્રાબાદ, જામનગર, કોલકત્તા, લખનૌ, મુંબઇ અને પૂણે સામેલ છે.
(૮) ક્રિકેટ અને ટેનીસમાં નામ રોશન કરવાની તક
ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ ૨૦૨૨ બહુ તકો લઇને આવ્યું છે. માર્ચમાં એક મોટી ટુર્નામેન્ટનું આયોજન ન્યુઝીલેન્ડ કરવાનું છે. ત્યાં ૪ માર્ચથી ૩ એપ્રિલ દરમિયાન મહિલા વર્લ્ડ કપનું આયોજન થશે. તો ૧૬ ઓકટોબરથી ૧૩ નવેમ્બર સુધી ઓસ્ટ્રેલીયામાં ટી-૨૦ વર્લ્ડકપ યોજાશે.

 

(4:12 pm IST)