Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફ્ર

વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી કિસાન યોજનાના ૧૦માં હાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સપર કરી

નવી દિલ્હી, તા.૧: નવા વર્ષ પર ખેડૂતોને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, તેઓ ખેડૂતોને યોજનાના દસમા હાની રકમ જાહેર  કરી . ૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન ૧૦ કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફ્ર  કર્યા. આપને  જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં ૧.૬ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફ્ર કરવામાં આવ્યા છે.
 મહત્વનુ છે કે વડાપ્રધાન ૩૫૧ જ્ભ્બ્ ખેડૂત ઉંત્પાદક સંગઠનોને ૧૪ કરોડ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડશે. તેનાથી ૧.૨૪ લાખ ખેડૂતોને ફયદો થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફ્ર કર્યા છે. ત્યારે આ પ્રસંગે લગભગ ૩૫૦ ખેડૂત ઉંત્પાદક સંગઠનોને ૧૪ કરોડ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડવામાં આવી છે.
આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ પૈસા ત્રણ હાના રૂપમાં આપે છે. એટલે કે, તમને ૪ મહિનાના તફવત પર ૨૦૦૦ રૂપિયાની રકમ મળે છે. આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફ્ર થાય છે. અત્યાર સુધીમાં, સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં ૧.૬ લાખ કરોડ રૂપિયાનું માનદ વેતન ટ્રાન્સફ્ર કર્યું છે.

 

(4:11 pm IST)