Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

રાજદ્રોહ કેસ પૂરવાર કરવામાં વધુ આવ્યો પરસેવો

૩ વર્ષમાં ૨૩૬ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં રાજદ્રોહના કેસ નોંધવાને લઈને ચાલી રહેલ ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે માન્યું છે કે, આવા કેસની તપાસની ઝડપ ધીમી છે. સાથે જ તેને રાજ્યોનો વિષય બતાવવામાં આવ્યો છે. ગત ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં ૨૩૬ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંથી ૩૯ની જ તપાસ પૂરી થઈ છે, જ્યારે ૧૦૦ કેસમાં ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. સામાન્ય રીતે પોલીસ રાજદ્રોહના કેસ નોંધી લે છે. જેના કારણે સરકાર પર કાયદાનો દુરૂપયોગનો આરોપ લાગે છે.
માત્ર ૫ કેસમાં દોષિત પુરવાર
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર ૨૦૧૮થી ૨૦૨૦ દરમ્યાન નોંધાયેલ રાજદ્રોહના ૨૩૬ કેસમાં માત્ર ૫ કેસમાં પોલીસ દોષી સાબિત કરી શક્યા છે.
કાલીચરણને ૧૩ સુધી જેલમાં મોકલ્યા
રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવા માટે કાલીચરણ મહારાજને શુક્રવારે ૧૪ દિવસના ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા. છત્તીસગઢ પોલીસે પુછપરછ પૂરી કર્યા બાદ કાલીચરણને ન્યાયિક મેજિસ્ટ્રેટ પ્રથમ શ્રેણી ચેતના ઠાકુરની અદાલતમાં હાજર કર્યા, જ્યાંથી તેમને ન્યાયિક કસ્ટડિમાં મોકલાનો આદેશ આપવામાં આવ્યો.
૫ લોકોની લાંચ લેવા બદલ ધરપકડ
CBIએ  ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ બેંગલુરુના ક્ષેત્રીય ઓફિસર સહિત ૫ લોકોને ૨૦ લાખ રૂપિયાની લાંચ લેવાના મામલે ધરપકડ કરી. ઘ્ગ્ત્ એ નવી દિલ્હી, બેંગલુરુ, કોચિન, ગુરુગ્રામ અને ભોપાલમાં દરોડામાં ૪ કરોડ એકત્ર કર્યા.

 

(4:28 pm IST)