Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ફૂડ ડિલિવરી કરતી બે કંપનીને મિનિટે ૧૭૦૦૦ ઓર્ડર મળ્યા

૨૦૨૧ના છેલ્લા દિવસે ફૂડ ડિલિવરીનો રેકોર્ડ : ૩૧મી ડિસેમ્બરે સૌથી વધારે ઓર્ડર બિરિયાની માટે મળ્યા,એક મિનિટમાં ૧૨૨૯ બિરિયાની ડિલિવર કરી

નવી દિલ્હી, તા. : ૨૦૨૧ના છેલ્લા દિવસે એટલે કે ૩૧મી ડિસેમ્બરે લોકોએ ઉજવણીના ભાગરુપે ફૂડ ડિલિવરી કરતી બે કંપનીઓને ઓર્ડર આપવાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. કોરોનાના વધતા જતા કેસ અને તેના પગલે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન પર લાદવામાં આવેલા નિયંત્રણોના કારણે એપ થકી ફૂડ ઓર્ડર લઈને હોમ ડિલિવરી કરતી બે કંપનીઓને દર મિનિટે ૧૭૦૦૦ ઓર્ડર મળ્યા હતા. એક ફૂડ ડિલિવરી કંપનીએ કહ્યુ હતુ કે, સૌથી વધારે ઓર્ડર બિરિયાની માટે મળ્યા હતા.અમે એક મિનિટમાં ૧૨૨૯ બિરિયાની ડિલિવર કરી હતી. સિવાય બટર નાન, મસાલા ઢોસા, પનીર બટર મસાલાના ઓર્ડર પણ મોટી સંખ્યામાં ડિલિવર કરાયા હતા.

રીતે અન્ય એક ફૂડ ડિલિવર કરતી કંપનીને ૩૧ ડિસેમ્બરની સાંજે ૨૦ લાખથી વધારે ઓર્ડર મળ્યા હતા.

એપ થકી ઓર્ડર લઈને ફૂડ ડિલિવરી કરતી કંપનીઓની સર્વિસ આજથી મોંઘી થઈ ગઈ છે.હવે એપ્સને પાંચ ટકા જીએસટી ચુકવવો પડશે.આમ લોકોને હવે ઘરે બેઠા ખાવાનુ મંગાવવાનુ મોંઘુ પડશે.

(7:44 pm IST)