Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

યુપીમાં અત્તરના બે વેપારીને ત્યાં પૈસા ગણવા મશીનો મંગાવાયા

કન્નોજમાં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી જારી : વેપારીઓને ત્યાંથી પણ મોટી મત્તા મળી આવે તેવી વકી

લખનૌ, તા. : યુપીના કન્નૌજમાં અત્તરના વેપારી તેમજ અખિલેશ યાદવના નિકટના ગણાતા સપા નેતા પુષ્પરાજ જૈનને ત્યાં ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા.આજે પણ દરોડાની કામગીરી ચાલી રહી છે.

દરમિયાન અન્ય એક વેપારી મહોમ્મદ યાકુબના ઘરે પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા અને અહીંયા પણ કામગીરી ચાલી રહી છે.

આઈટી વિભાગ દ્વારા મહોમ્મદ યાકુબના ઘરે અને કારખાનામાં તોડફોડ કરવા માટે મજૂરોને બોલાવવામાં આવ્યા છે.સાથે સાથે આઈટી વિભાગની બે વધારાની ટીમોને પણ શુક્રવારે રાત્રે બોલાવવામાં આવી છે.

આઈટી વિભાગે આજે હવે  નોટો ગણવાના મશિનો પણ મંગાવ્યા છે ત્યારે વેપારીઓને ત્યાંથી પણ મોટી મત્તા મળી આવે તેવી અટકળો તેજ બની છે.

બંને વેપારીઓની પાસેથી મોટા પાયે સોનુ ચાંદી મળે તેવી પણ શક્યતાઓ છે.શુક્રવારે આખી રાત દરોડાની કામગીરી ચાલી હતી.જોકે હજી સુધી ટીમોને કોઈ ખાસ સફળતા મળી હોવાનુ તો બહાર આવ્યુ નથી પણ આજે સાંજ સુધીમાં આવકવેરા વિભાગની ટીમો પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કરે તેવી પણ શક્યતા છે.

(7:45 pm IST)