Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

મોંઘવારીને દૂર કરવા માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા કોંગ્રેસની અપીલ

ફૂટવેરથી લઈને ફૂડ ડિલિવરી સુધીના ઉત્પાદનો અને સેવાઓ પર જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વધારવાના નિર્ણયની ટીકા

નવી દિલ્હી :ફૂટવેરથી લઈને ફૂડ ડિલિવરી સુધીના ઉત્પાદનો અને સેવાઓ પર જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વધારવાના નિર્ણયની ટીકા કરતા કોંગ્રેસ પાર્ટીએ શનિવારે મતદારોને મોંઘવારીને દૂર કરવા માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે અપીલ કરી.

દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે હિમાચલ પ્રદેશ અને કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.

મતદારોને અપીલ કરતાં તેમણે કહ્યું કે જો સમજી-વિચારીને મતદાન કરવામાં આવશે તો ઓછી ટેક્સ લેનારી સરકાર આવશે.

સુરજેવાલાએ GST કાઉન્સિલ દ્વારા કપડાં પર GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના નિર્ણય પર મુલતવી રાખવાનો પણ ઉલ્લેખ કર્યો. આનો શ્રેય લેતાં તેમણે કહ્યું કે પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ જ ટેક્સમાં વધારો કરવામાં આવશે.

તેમણે કહ્યું, “એ યાદ રાખવું જોઈએ કે કપડાં પર જીએસટી વધારવાનો પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવ્યો નથી પરંતુ માત્ર મુલતવી રાખવામાં આવ્યો છે. આ નિર્ણયને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી એક મહિના માટે મોકૂફ રાખવામાં આવે. શક્ય છે કે ચૂંટણીઓ પૂર્ણ થશે ત્યારે તરત જ ટેક્સમાં વધારો કરવામાં આવશે.”

કોંગ્રેસ પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ફૂટવેર અને એપની મદદથી ટેક્સી અને ઓટો ભાડે કરવી અને ફૂડ ઓર્ડર કરવું મોંઘું થઈ જશે. 1 જાન્યુઆરીથી બાળકો માટે ડ્રોઈંગ કીટ અને એટીએમમાંથી રોકડ ઉપાડવાનું પણ મોંઘુ થઈ ગયું છે.

(8:42 pm IST)