Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

જયશ્રી રામના નારા બદલ મુસ્લિમને બહિષ્કારની ધમકી

સહારનપુરમાં શાહ-યોગીની રેલીનો વીડિયો વાયરલ : ૨૨ વર્ષના યુવક અ્ને દારુલ ઉલુમ દેવબંધના આ વિદ્યાર્થીને હવે સામાજિક બહિષ્કારની ધમકીઓ મળી

લખનૌ, તા.૧ : તાજેતરમાં યુપીના સહારનપુરમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથની રેલીમાં જય શ્રી રામનો નારો લગાવનાર અહેસાન રાવનો વિડિયો વાયરલ થયો હતો.

જોકે હવે તેનુ ઘરની બહાર નિકળવુ મુશ્કેલ બની ગયુ છે.૨૨ વર્ષના યુવક અ્ને દારુલ ઉલુમ દેવબંધના આ વિદ્યાર્થીને હવે સામાજિક બહિષ્કારની ધમકીઓ મળી રહી છે.ધર્મગુરુઓએ તે માફી માંગે તેવી માંગ કરી છે.

જોકે અહેસાનનુ કહેવુ છે કે, શું ખોટુ છું અને શું સાચુ તે નક્કી કરવાની તક મને મળવી જોઈએ.રેલીમાં એવો માહોલ હતો કે ઉત્સાહમાં આવીને હું પણ નારાબાજી કરવા માંડ્યો હતો.

જોકે હવે અહેસાનના સગા સબંધીઓ અને મિત્રોએ પણ તેનાથી અંતર રાખવા માંડ્યુ છે.બાળપણના એક મિત્રે તેની સાથે સબંધો તોડી નાંખવાની વાત કરી છે.તેના સબંધીઓએ તેની સાથે બોલવાનુ બંધ કરી દીધુ છે.

અહેસાનની બહેનના સાસરિયા પણ તેની બહેન પર અહેસાન સાથે સબંધો નહીં રાખવા માટે દબાણ કરી રહ્યા છે.અહેસાનને તો ડર છે કે, જે યુવતી સાથે હું પ્રેમમાં છું તે પણ તેને છોડીને જતી રહેશે.કારણકે તેણે પણ અહેસાન સાથે વાત કરવાનુ બંધ કરી દીધુ છે.

અહેસાનને મળી રહેલી ધમકીઓના કારણે તેને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે.જે ત્રણ મહિના સુધી તેની સુરક્ષા કરશે.

(8:58 pm IST)