Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

એક દાયકામાં ધરતી મહા વિનાશ તરફ આગળ વધશે

એનજીઓ વર્લ્ડ વાઈલ્ડ ફંડે દુનિયાને ચેતવણી આપી : કરોડો વર્ષ પહેલા ડાયનાસરોનો જે વિનાશમાં ખાત્મો બોલ્યો હતો તેના કરતા પણ આ વિનાશ ભયાનક હશે

ઈંગ્લેન્ડ, તા.૧ : વૈશ્વિક સ્તરે પ્રાણીઓ માટે કામ કરતી એનજીઓ વર્લ્ડ વાઈલ્ડ ફંડે દુનિયાને ચેતવણી આપી છે કે, આગામી એક દાયકામાં ધરતી મહા વિનાશ તરફ આગળ વધી રહી છે.

સંસ્થાનુ કહેવુ છે કે, કરોડો વર્ષ પહેલા ડાયનાસરોનો જે વિનાશમાં ખાત્મો બોલ્યો હતો તેના કરતા પણ આ વિનાશ ભયાનક હશે.જેમાં કરોડો વૃક્ષો અને સજીવો વિલુપ્ત થઈ જશે.જેમના પર સૌથી વધારે ખતરો છે તેમાં હાથી, સફેદ રીંછ, શાર્ક માછલીઓ અને માછલીઓ સામેલ છે. વર્લ્ડ વાઈલ્ડ ફંડેપોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, એક દાયકામાં લાખો પ્રજાતિઓ વિલુપ્ત થઈ જશે.હાલમાં સંરક્ષણની રીતે રેડ લિસ્ટમાં ૧.૪૫ લાખ પ્રજાતિઓ સામેલ છે અને તેમાંથી ૪૦૦૦૦ પ્રજાતિઓ વિલુપ્ત થવાના ખતરાનો સામનો કરી રહી છે.જેમના પર વિલુપ્ત થવાનો વધારે ખતરો છે તેમાં આફ્રિકન હાથીઓ સામેલ છે.તેમની વસતીમાં  ૩૧ વર્ષમાં ૮૬ ટકાનો ઘટાડો થયો છે.

સાથે સાથે ઝડપથી પીગળી રહેલા બરફના કારણે સફેદ રીંછ પર પણ જોખમ છે.૨૦૩૫ સુધીમાં સમગ્ર આર્કટિક વિસ્તાર બરફ વગરનો થઈ જશે.દરિયામાં શાર્ક માછલીઓની સંખ્યા પણ ૩૦ ટકા જેટલી ઘટી છે. એવી પણ આશંકા છે કે જર્મનીમાં જોવા મળતા દેડકા પણ બચી નહીં શકે.

(8:59 pm IST)