Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ભારતમાં કોઈપણ રાજ્ય ઓમિક્રોનની લહેરથી બચી શકશે નહીં : કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક પ્રોફેસરનો ડરામણો દાવો

ઈન્ડિયા કોવિડ-19 ટ્રેકરનો તાજેતરના રિપોર્ટમાં 15 રાજ્યોમાં નવા કેસોની વૃદ્ધિનો દર ચિંતાનો વિષય ગણાવાયો

નવી દિલ્હી :કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની ઝડપ હવે તેજ ગતિએ વધી રહી છે. એક પછી એક ઓમિક્રોને દેશના મોટાભાગના રાજ્યોમાં દસ્તક આપી છે. તે જ સમયે, કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક પ્રોફેસર કહે છે કે એવું કોઈ કારણ નથી, જેને જોતા એવું કહી શકાય કે ભારતનું કોઈપણ રાજ્ય તેનાથી બચી શકે છે.

કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ઓમિક્રોને પણ એક પછી એક ઘણા રાજ્યોમાં દસ્તક આપી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર પૌલ કટ્ટુમને, જેમણે ભારતને ઓમિક્રોન વિશે ચેતવણી આપી છે, તેમણે કહ્યું છે કે ભારતમાં કોઈ પણ રાજ્ય ઓમિક્રોનના મોજાથી બચી શકશે નહિ. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને યુકેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ દ્વારા વિકસિત ઈન્ડિયા કોવિડ-19 ટ્રેકરનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે 15 રાજ્યોમાં નવા કેસોની વૃદ્ધિનો દર ચિંતાનો વિષય છે.

રિપોર્ટ દર્શાવે છે કે 29 ડિસેમ્બર સુધી બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશમાં કોરોના પોઝિટિવનો દર 1.2ને વટાવી ગયો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં, પ્રોફેસર પોલ કટ્ટુમન, જેમણે ઈન્ડિયા કોવિડ-19 ટ્રેકર વિકસાવવા પર કામ કર્યું છે, તે સમજાવે છે કે ડેટા પેટર્ન દર્શાવે છે કે કેસ હવે ખૂબ જ ઝડપી ગતિએ વધી રહ્યા છે.

પોલ કટ્ટુમન અને તેમની સંશોધન ટીમ સમગ્ર ભારતમાં ચેપની ઝડપી ગતિ પર નજર રાખી રહી છે. કટ્ટુમન કહે છે કે 25 ડિસેમ્બર પહેલા ગ્રોથ રિપોર્ટ નેગેટિવ હતો, પરંતુ 29 ડિસેમ્બર સુધીમાં તે ઘણો વધી ગયો છે.  કટ્ટુમને આ ગ્રાફની તુલના બ્રિટનના કેસ સાથે પણ કરી છે. પ્રોફેસર પોલ કટ્ટુમને જણાવ્યું હતું કે યુકે સરકાર રોગચાળાના ખતરાનો સામનો કરવા માટે તૈયારી કરી રહી છે.

(10:34 pm IST)