Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

છેલ્લા દિવસે 46 લાખથી વધુ ITR ફાઈલ કરાયા : રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યામાં નોંધપાત્ર વધારો

2019-20 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2021 હતી. જ્યારે 2020-21 માટે તે 31 ડિસેમ્બર 2021 હતી

નવી દિલ્હી : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસે 46 લાખથી વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા હતા. સરકારે 2020-221 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખને 31 ડિસેમ્બર, 2021 પછી આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, આ વખતે રિટર્ન ફાઇલ કરનારાઓની કુલ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસે 46 લાખથી વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા હતા. સરકારે 2020-221 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખને 31 ડિસેમ્બર, 2021 પછી આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, આ વખતે રિટર્ન ફાઇલ કરનારાઓની કુલ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

આવકવેરા વિભાગે શનિવારે માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ 2020-21 માટે કુલ 5.89 કરોડ ITR ફાઇલ કરવામાં આવ્યા છે. જ્યારે નાણાકીય વર્ષ 2019-20 માટે કુલ 5.95 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. ગયા વર્ષે, નાણાકીય વર્ષ 2019-20 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2021 હતી. જ્યારે 2020-21 માટે તે 31 ડિસેમ્બર 2021 હતી.

આવકવેરા વિભાગે માહિતી આપી હતી કે રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસે લગભગ 46.11 લાખ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા હતા. જ્યારે નાણાકીય વર્ષ 2019-20 માટે, 10 જાન્યુઆરી, 2021 ના છેલ્લા દિવસે, લગભગ 31.05 લાખ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા.

(10:41 pm IST)