Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત : કોરોના પોઝિટિવ મામલે નવો ખુલાસો

કોરોના થયા બાદ 2 દિવસ પહેલા જ તેમને કરાયા હતા ડિસ્ચાર્જ

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો હાલમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને રજા આપી દેવામાં આવી છે. હવે આ મામલે નવો ખુલાસો થયો છે.

ગાંગુલીનો રિપોર્ટ કોરોના ડેલ્ટા વેરિયન્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમને આઇસોલેશનમાં ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે.

આ દિવસોમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. સૌરવ ગાંગુલી પણ કોરોના વાયરસની પકડમાંથી બચી શક્યા નથી. 49 વર્ષીય સૌરવ ગાંગુલીને ગત અઠવાડિયે(સોમવાર) જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી 3 ડોક્ટરોની ટીમ સતત તેની દેખરેખ રાખી રહી છે. સૌરવના કોવિડ સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ રિપોર્ટના આધારે જણાવ્યું છે કે, સૌરવ ગાંગુલીના સેમ્પલમાં ઓમિક્રોનની પુષ્ટિ નથી કરવામાં આવી.

(10:52 pm IST)