Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

બોર્ડર પર સુરક્ષા વધુ મજબૂત: આવતા મહિને S-400 મિસાઈલ સિસ્ટમ થશે તૈનાત : મિસાઈલ સિસ્ટમની તૈનાતીની પ્રક્રિયા શરૂ

S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની પ્રથમ રેજિમેન્ટને ઉત્તરીય ક્ષેત્રમાં ચીન સાથેની સરહદના ભાગોની સાથે સાથે પાકિસ્તાન સાથેની સરહદને પણ કવર કરી શક એ રીતે તૈનાત કરાઈ

નવી દિલ્હી :  પંજાબમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર S-400 ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ  ની પ્રથમ રેજિમેન્ટની તૈનાતી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. શનિવારે માહિતી આપતા સૈન્ય અધિકારીઓએ કહ્યું કે મિસાઈલ સિસ્ટમની તૈનાતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તૈનાતી પૂર્ણ થવામાં ઓછામાં ઓછા છ સપ્તાહનો સમય લાગશે.

મિસાઈલ સિસ્ટમની પ્રથમ રેજિમેન્ટને એવી રીતે તૈનાત કરવામાં આવી રહી છે કે તે ઉત્તરીય ક્ષેત્રમાં ચીન સાથેની સરહદના કેટલાક ભાગો તેમજ પાકિસ્તાન સાથેની સરહદને આવરી શકે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “મિસાઇલ સિસ્ટમના વિવિધ મહત્વપૂર્ણ ઘટકોની સાથે સાથે તેના પેરિફેરલ સાધનોને તૈનાતી સ્થળ પર પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે.” કુલ મળીને ભારતને રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના પાંચ યુનિટ મળશે.

ઑક્ટોબર 2018 માં, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણીઓ હોવા છતાં કે ડીલ સાથે આગળ વધવાથી યુએસ પ્રતિબંધોને આમંત્રણ મળી શકે છે, ભારતે S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના પાંચ યુનિટ ખરીદવા માટે રશિયા સાથે  5 બિલિયન અમેરિકી ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા

(11:19 pm IST)