Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ફ્રાન્સના શક્તિશાળી વિમાન રફાલ-મેરીટાઈમ એટલે કે નેવલ વર્ઝનનું નેવી પરીક્ષણ કરશે

એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત ઓગસ્ટ-૨૦૨૨માં ભારતીય નૌકાદળમાં સામેલ થશે

ફ્રાન્સના શક્તિશાળી વિમાન રફાલ-મેરીટાઈમ એટલે નેવલ વર્ઝનનું ભારતીય નેવી પરીક્ષણ કરશે. એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત ઓગસ્ટ-૨૦૨૨માં ભારતીય નૌકાદળમાં સામેલ થશે. ત્યારે ભારતીય નેવી વિક્રાત પર તૈનાત થઈ શકે એવા શક્તિશાળી મેરિટાઈમ ફાઈટરની શોધ કરી રહ્યું છે. જે અંતર્ગત નેવી આગામી છઠ્ઠી જાન્યુઆરીથી ગોવાના દરિયામાં ફ્રાન્સના રફાલ મેરિટાઈમ ફાઈટરનું પરીક્ષણ હાથ ધરશે. આ મેરિટાઈમ ફાઈટર જેટને ભારતના સ્વદેશી યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંતમાં તૈનાત કરવાની વિચારણા ચાલી રહી છે. ફ્રાન્સ પાસેથી પાંચ રફાલ-મેરિટાઈમ ફાઈટર્સ લીઝ ઉપર મેળવવાની વિચારણા થઈ રહી છે.

ઉપરાંત ભારતીય નૌકાદળ અમેરિકાના એફ-૧૮ હોર્નેટનું પરીક્ષણ કરવાની દિશામાં પણ આગળ વધશે. અમેરિકાના બોઈંગનો હિસ્સો બનેલા આ વિમાન પહેલાં મેકડોનેલ ડગ્લાસના નામે ઓળખાતા હતા, પરંતુ હવે એ કંપની બોઈંગનો હિસ્સો બની ગઈ છે. તેનું એફ-૧૮ હોર્નેટ મલ્ટિ રોલ કોમ્બેટ જેટ છે.

(11:43 pm IST)