Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડશે:સીટ અંગે પાર્ટી નિર્ણય લેશે

યોગી આદિત્યનાથે કહ્યું - હું ચૂંટણી લડીશ. કઇ બેઠકથી લડશે, આના પર પક્ષ નિર્ણય કરશે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડશે. આ કઇ વિધાનસભા બેઠકથી ચૂંટણી મેદાને ઉતરશે, તેના પર પાર્ટી નિર્ણય લેશે..

પત્રકારો સાથે ડિનરમાં અનૌપચારિક વાતચીતમાં યોગી આદિત્યનાથે આ વાત કરી છે. તેમણે એ પણ દાવો કર્યો કે આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 300થી વધુ બેઠકો લાવશે અને પૂર્ણ બહુમતથી બીજી વખત ભાજપની સરકાર બનાવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ 2014ની લોકસભા ચૂંટણીમાં ગોરખપુરથી સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. બાદમાં તેઓ વિધાન પરિષદના સભ્ય બન્યા હતા.

યોગી આદિત્યનાથે પત્રકારોએ અનૌપચારિક વાતચીતમાં કહ્યું કે હું ચૂંટણી લડીશ. કઇ બેઠકથી લડશે, આના પર પક્ષ નિર્ણય કરશે. તેમણે એમ પણ કહ્યું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી, ચૂંટણી સમય પર જ થવી જોઈએ. 

 હાલમાં ઇંદોરમાં એક કાર્યક્રમમાં પહોંચેલા મથુરાના સાંસદ હેમા માલિનીએ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે યોગી આદિત્યનાથ મથુરાથી વિધાનસભા ચૂંટણી લડે. ત્યારે યોગીએ કહ્યું હતું કે, મથુરાથી ચૂંટણી લડવાનો મારો કોઈ કાર્યક્રમ નથી, પરંતુ પાર્ટી કહેશે ત્યાંથી ચૂંટણી લડવામાં આવશે. મથુરા અમારુ પાવનધામ છે. હું વ્રજભૂમિ પર 19મી વખત આવ્યો છું. આ અમારા માટે તીર્થ છે.
 

(12:55 am IST)