Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

હેસ્‍ટર બાયોસાયન્‍સિસનો ચોખ્‍ખો નફો ૭૨ ટકા વધી રૂ. ૧૩.૨૯ કરોડ થયો

મુંબઇ તા. ૧ : દેશની ટોચની એનિમલ હેલ્‍થકેર કંપની હેસ્‍ટર બાયોસાયન્‍સિસ લિમિટેડે ડિસેમ્‍બર ૨૦૨૦માં સમાપ્ત થયેલ ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ૭૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૩.૨૯ કરોડનો ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો હતો, જે ગયા વર્ષે સમાન સમયગાળાદરમિયાન રૂ. ૭.૭૩ કરોડ હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના સમાન સમયગાળાના રૂ. ૪૩.૩૯ કરોડના ચોખ્‍ખા વેચાણની તુલનાએ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્‍ખું વેચાણ ૨૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૫૨.૮૨ કરોડ નોંધાયું હતું. નાણાંકીય વર્ષ ૨૦૨૧ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં શેરદીઠ આવક (ઈપીએસ) રૂ. ૧૫.૬૨ રહેવા પામી હતી. કંપની તંદુરસ્‍ત માર્જિન જાળવી રાખવા સક્ષમ છે, Q3FY21 દરમિયાન ઈબીઆઈટીડીએ માર્જિન ૩૮.૭૯ ટકા જયારે નેટ પ્રોફિટ માર્જિન વધુ બહેતર થઈને ૨૫.૧૬ ટકા રહેવા પામ્‍યો હતો. કંપનીના બોર્ડ દ્વારા મેનેજમેન્‍ટને વિસ્‍તરણની પ્રક્રિયા હાથ ધરવા માટે રૂ. ૨૦૦ કરોડ સુધીના યોગ્‍ય ધિરાણના વિકલ્‍પો શોધવા મંજૂરી અપાઈ છે.

(10:45 am IST)