Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૭૭ : હવે શું ?

‘‘જયારે તમે કોઇ કામ કરો છો-ચીત્ર બનાવવાનું, કોતરવાનું  મુર્તિ બનાવવાનું-તમે તેમા ખોવાઇ જાવ છો. તે તમારી ખુશી છેતે તમારૂ ધ્‍યાન છે પરંતુ જયારે તમે તે પુરૂ કરો છો ત્‍યારે કુદરતી રીતે તમારૂ ધ્‍યાન મન પર આવે છ.ે''

એવુ કહેવાય છે. કે ગીલને જયારે દુનીયાનો ઇતીહાસ પુરો કર્યો ત્‍યારે તે રડી પડયો. તે રાત-દિવસ, વરસ પછી વરસ, ત્રીસ વર્ષનુ કામ હતું તે દરરોજ ચાર કલાકની  જ ઉંઘ લેતો અને વીસ કલાક કામ કરતો જયારે તેણે પુરૂ કર્યુ તે રડી પડયો તેની પત્‍નીને સમજમાં જ ના આવ્‍યું તેના શીખ્‍યોને પણ સમજમા ના આવ્‍યં.

તેઓએ કહ્યું ‘‘તમે-શા-માટે છો ?'' બધા લોકો ખૂશ છે કે કામ પુરૂ થઇ ગયું ઇતીહાસને સચીત કરવાનું એક મહાન કામ પુરૂ થઇ ગયું પરંતુ તે રડી રહ્યો હતો. ‘‘હવે હું શું કરૂ ? હું ખતમ થઇ ગયો છું'' અને તે ત્રણ વર્ષની અંદર મરી ગયો તેના માટે કરવા જેવુ કઇ હતું જ નહી. તેનામાં હમેશા યુવાની અને તરવરાટ રહ્યો હતો. જે દિવસે તેનું કામ પુરૂ થયું, તે વૃદ્ધ થઇ ગયો, બધા જ સર્જકો સાથે આવુ થાય છે. ચીત્રકાર ચીત્ર દોરવામાં એટલો ડુબી જાય છે. કે જયારે તે પુરૂ થાય છ.ે ત્‍યારે એવી લાગણી અનુભવે છે કે, ‘‘હવે શું ?'' ‘‘મે શા માટે આ કર્યું?'' ચીત્રનો આનંદ ચીત્ર દોરવામાં જ સમાયેલો છે તે સમજવા માટે ખુબજ જાગૃતતાની જરૂર છે. પરીણામ જેવુ કઇ જ નથી-પ્રક્રિયા અને અંત અલગ નથી.

જો તમે કોઇ કામને માણો છો તો તે જ જરૂરી છે, બીજી કોઇ- માંગની જરૂર જ નથી બીજુ વધારે તમારે શું જોઇએ ? દરેક પ્રક્રિયામાં સફળતા છે તેના દ્વારા તમારો વીકાસ થાય છે. એ સફળતા છે. તમે-તમારા કેન્‍દ્રની વધારે નજીક આવો છો તે સફળતા છે જો તમે સચેત હશો તો આગળ કરવા માટે કઇ જ નથી તે લાગણી અદ્રશ્‍ય થઇ જશે.

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:51 am IST)