Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બ્રિફકેસથી ખાતાવહીથી આઇપેડ... બજેટ ર૦ર૧ બન્યું ડીજીટલ

કોરોનાના કારણે સૌ પ્રથમ વખત બજેટ પેપરલેસઃ તમામ સંસદસભ્યોને સોફટ કોપીમાં ઉપલબ્ધ બનાવાયું

નવી દિલ્હી, તા., ૧: દસકાઓથી આપણે જોતા આવ્યા છીએ કે જયારે બજેટ રજુ કરવા નાણામંત્રી પાર્લામેન્ટમાં પહોચે ત્યારે હાથમાં લેધરની બ્રિફકેસ સાથે પહોંચી પૈસો કયાંથી આવી (?) કયાં જશે (?) ના લેખા-જોખા રજુ કરતા હોય છે. ૨૦૧૯માં લેધર બ્રિફકેસ સાથે બજેટ રજુ કરવાની બ્રિટીશ પરંપરા તૂટી જયારે સૌ પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામને લાલ કાપડમાં સોનેરી સિંહ સ્તંભ સાથેના કવરમાં શોભતી બજેટની ખાતાવહી રજુ કરી હતી. આજે નાણામંત્રી તરીકેની બીજી ટર્મમાં એક પગલુ આગળ વધી નિર્મલા સીતારામને ર૦ર૧નું બજેટ પાર્લામેન્ટમાં જતા પહેલા આઇપોડમાં કેદ કર્યુ હતું. આજે જયારે તેઓ નાણા મંત્રાલયથી સંસદ ભવન પહોંચ્યા ત્યારે ફોટોગ્રાફરોએ તેમને સસ્મીત કલીક કર્યા હતા. આ તસ્વીરમાં આઇપેડમાં કેદ થયેલું બજેટ આમ જનતાને રાહત આપતું હશે કે ગણ્યા ગાંઠયા ઉદ્યોગ ગૃહો માટે લાલ જાજમ પાથરના: હશે ? તે પ્રશ્ન અર્થશાસ્ત્રીઓના મગજમાં પણ સતત ઘુમી વળ્યો હતો. ફાયનાન્સ મીનીસ્ટર નિર્મલા સીતારામન સાથે એમઓએસ ફાયનાન્સ અનુરાગ ઠાકુર પણ સંસદમાં પહોંચ્યા હતા. કોવીડ પેનડેમીકના કારણે આ વખતે સૌ પ્રથમ વખત બજેટ પેપરલેસ બનાવાયું છે. બજેટની કોપી સંસદ ગૃહમાં તમામ સંસદસભ્યોને સોફટ કોપીમાં ઉપલબ્ધ બનાવાઇ હતી.

(12:51 pm IST)