Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બેંક ડૂબે તો પણ ૫ લાખ સુધીની રકમ સલામત રહેશે : વીમા કવચમાં વધારો

નાણામંત્રીએ લોકોને રાહત થાય તેવી કરી જાહેરાત

નવી દિલ્‍હી તા. ૧ : નાણામંત્રી સીતારમણે સામાન્‍ય લોકોને મોટી રાહત આપીને આજે સામાન્‍ય બજેટમાં બેંક જમા પર હાલના એક લાખ રૂપિયાના વીમા કવરને વધારીને પાંચ લાખ ખ્‍રૂપિયા કરવાનું એલાન કર્યું છે. બજેટ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે, બેંકોના બંધ થવા પર ગ્રાહકોને નુકશાનની ચુકવણી કરવામાં આવશે. આ ઉપરાંત બેંકના બંધ થવા પર ગ્રાહકોને નુકસાનની ચુકવણી કરાશે. આ ઉપરાંત બેંક ખાતાધારકો માટે વીમાની રકમને ૧ લાખથી વધારીને ૫ લાખ કરવામાં આવશે. બેંકોની ડુબેલી લોન માટે બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. ડુબેલી લોન અંગે મેનેજમેન્‍ટ કંપની નિર્માણ કરાશે.

નિર્મલાએ વીમા સેકટર માટે મોટું એલાન કર્યું છે. વીમા ક્ષેત્રમાં એફડીઆઇને ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વીમા ઇન્‍ડસ્‍ટ્રી અને વીમા નિયામક આઇઆરડીએઆઇ વિદેશી રોકાણ વધારવાના પક્ષમાં હતા. તેની સાથે નાણામંત્રીએ બેંકોના પુનઃ મૂડીકરણ માટે ૨૦ હજાર કરોડની બજેટ જોગવાઇ કરી છે. તેઓએ કહ્યું કે, સરકાર બેંકોને ૨૦ હજાર કરોડની મૂડી ઉપલબ્‍ધ કરાવશે.

તેના હેઠળ અંદાજે એક ટકા કંપનીઓને કોઇ રોક-ટોકના શરૂઆતમાં કામ કરવાની મંજુરી અપાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્‍યું કે, વિનિવેશ માટે સરકાર સતત કામ કરી રહી છે. અનેક કંપનીઓની પ્રક્રિયા આ વર્ષ પૂર્ણ થશે. નાણામંત્રીએ એલાન કર્યું કે, આ જ વર્ષે એલઆઇસીના આઇપીઓને બજારમાં લવાશે.

(2:47 pm IST)