Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મોંઘવારી ભડકે તેવા એંધાણ

પેટ્રોલમાં રૂ.ર.પ૦ તથા ડિઝલ પર રૂ.૪ના ફાર્મ સેસની દરખાસ્તઃ જો કે પ્રજા પર બોજો નહી

નવી દિલ્હી તા. ૧ : નાણા પ્રધાન નીર્મલા સીતારમણે ર૦ર૧-રર ના બજેટમાં પેટ્રોલ પર દર લીટરે અઢી રૂપિયા અને ડીઝલ પર ચાર રૂપિયાનો સેસ લગાવવાની જાહેરાત કરી. પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાથી જ ઓલ ટાઇમ હાઇ ચાલી રહ્યા છે. સીતારમણે કહ્યું કે પેટ્રોલ પર ર.પ રૂપિયા અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લીટર ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ લગાડવાનો પ્રસ્તાવ કર્યો છે. તેનાથી મોંઘવારી વધવાની આશંકા છે કેમ કે ડીઝલ મોંઘુ થવાથી ટ્રકોના ભાડા વધશે જો કે સીતારમણે કહ્યંુ કે ઉપભોકતા પર સમગ્ર રીતે કોઇ વધારાનો બોજ નહી પડે. કોરોના કાળમાં સરકારનો ખજાનો ખાલી છે અને આવક પર બહુ ખરાબ અસર છે ત્યારે તેણે કયાંક ને કયાંકથી તો વધારાની રકમ ભેગી કરવી જરૂરી છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે પણ સરકારે હેલ્થ એન્ડ એજયુકેશન સેસ દ્વારા ર૬૧૯ર કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કરવા બજેટમાં જોગવાઇ રાખી હતી.

(3:45 pm IST)