Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ખેડૂતોને મળશે ૧૬.પ લાખ કરોડની કૃષિ લોન

નવી દિલ્‍હી તા. ૧ : નાણા પ્રધાન નીર્મલા સીતારમણે બજેટ ર૦ર૦-ર૧માં ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. બજેટમાં સરકારે કૃષિ લોનની લીમીટ વધારી દીધી છે. સરકારે આ વખતે ખેડૂતોને ૧૬.પ લાખ કરોડ સુધી લોન આપવાનું લક્ષ્ય નકકી કર્યું છે જણાવી દઇએ કે સરકાર દર વર્ષે બજેટમાં કૃષિ લોનનું ટાર્ગેટ વધારે છ.ે ર૦ર૦-ર૧ માટે ૧પ લાખ કરોડનું લક્ષ્ય રખાયું હતું. આ વખતે કૃષિ કાનુનોની વિરૂદ્ધમાં દેશમાં જે વાતાવરણ દેશમાં ઉભુ થયેલું છે.  તેને જોતા મોદી સરકારનો આ નિર્ણય મહત્‍વનો માનવામાં આવી રહ્યો છ.ે

પોતાના બજેટ ભાષણમાં નાણા પ્રધાને કહ્યું કે ર૦ર૧-રરનું બજેટ ૬ સ્‍થંભો પર ટકેલુંછે પહેલો સ્‍થંભ છે. આરોગ્‍ય અને કલ્‍યાણ, બીજો ભૌતિક અને નાણાકીય મુડી અને માળખું, ત્રીજુ ભારત માટે સમાવેશી વિકાસ, ચોથું માનવ મુડીમાં નવજીવનનો સંચાર કરવો, પાંચમો સ્‍થંભ નવાચાર અને રીસર્ચ તથા વિકાસ અને છઠ્ઠો સ્‍થંભ છે. લઘુતમ સરકાર અને મહત્તમ શાસન.

(4:10 pm IST)