Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બજેટની મુખ્‍ય વાતોઃ શું થયું મોંઘુ અને શું થયું સસ્‍તું

બજેટની મહત્‍વની જાહેરાતો...

નવી દિલ્‍હી, તા.૧:  પેટ્રોલ પર પ્રતિ લીટર ૨.૫૦ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર ૪ રૂપિયા કૃષિ સેસ લગાવવામાં આવ્‍યો.  જો કે જનતા પર કોઈ અસર નહીં.

* ક્રૂડ પામ ઓઈલ પર ૧૭.૫ ટકા સેસ લગાવવામાં આવ્‍યો.

* ગોલ્‍ડ સિલ્‍વર પર ૨.૫ ટકા કૃષિ સેસ લગાવવામાં આવ્‍યો.

* ગોલ્‍ડ, સિલ્‍વરની ઈમ્‍પોર્ટ ડ્‍યૂટી દ્યટાડીની ૭.૫ ટકા કરવામાં આવી.

* કપાસની આયાત પર ટેક્‍સ લગાવવામાં આવ્‍યો.

* એક ઓક્‍ટોબરથી નવી કસ્‍ટમ ડ્‍યૂટી લાગુ થશે.

* કોપર પર કસ્‍ટમ ડ્‍યૂટી ઘટાડીને ૨.૫ ટકા કરવામાં આવી.

* સ્‍ટીલ પર કસ્‍ટમ ડ્‍યૂટી ઘટાડીને ૭.૫ ટકા કરવામાં આવી. લોખંડ અને સ્‍ટીલના ઉત્‍પાદનો સસ્‍તા થશે.

* મોબાઈલ ઉપકરણો પર કસ્‍ટમ ડ્‍યૂટી ૨.૫ ટકા વધારી, ઈલેક્‍ટ્રિક સામાન મોંદ્યો થશે. મોબાઈલ અને તેના ચાર્જર મોંદ્યા થશે.

* સ્‍ટાર્ટ અપ પર ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી ટેક્‍સ છૂટ ચાલુ રહેશે.

*  સસ્‍તા ઘરો પર ૧.૫ લાખ છૂટની લિમિટ એક વર્ષ

* ટેક્‍સ ઓડિટની લિમિટ ૫ કરોડ રૂપિયાથી વધારીને ૧૦ કરોડ રૂપિયા કરવામાં આવી.

* ૩ વર્ષ જૂના ટેક્‍સના પેન્‍ડિંગ કેસ ખોલવામાં નહીં આવે. ગંભીર મામલામાં જ ૧૦ વર્ષ જૂના કેસ ખોલાશે.

* NRI ને ઓડિટમાં છૂટ મળશે.

* ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્‍સ ભરવામાં રાહત, પેન્‍શનની આવક પર ટેક્‍સ નહીં આપવો પડે. આઈટી રિટર્ન ફાઈલ કરવામાં પણ મળી મુક્‍તિ

* નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧૨ લાખ કરોડ રૂપિયા કરજ લેવામાં આવશે.

* નાણાકીય વર્ષ ૨૦૨૧માં નાણાકીય ખાધ જીડીપીના ૯.૫ ટકા રહેશે.

* ડિજિટલ વસ્‍તીગણતરી પર ૩૭૬૮ કરોડ રૂપિયા ખર્ચ કરશે

* આગામી વસ્‍તીગણતરી ડિજિટલ રીતે કરાશે.

* ડિજિટલ પેમેન્‍ટને પ્રોત્‍સાહન આપવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ

* નેશનલ રિસર્ચ ફાઉન્‍ડેશન પર ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરાશે.

* મહિલાઓ હવે કોઈ પણ શિફ્‌ટમાં કામ કરી શકશે.

*માનવ રહિત અવકાશયાન ડિસેમ્‍બર ૨૦૨૧માં છોડવામાં આવશે.

* આદિવાસી વિસ્‍તારોમાં ૭૫૦ એકલવ્‍યૂ શાળાઓ ખોલવામાં આવશે.

* દેશભરમાં ૧૦૦ નવી સૈનિક શાળાઓ ખોલવામાં આવશે.

* એન્‍જિનિયરિંગ ડિપ્‍લોમા પર વધુ ભાર રહેશે.

* ઉચ્‍ચ શિક્ષણ કમિશનની રચના અંગે આ વર્ષથી કામ શરૂ થશે.

* ૧૫ હજાર આદર્શ સ્‍કૂલ ખોલવામાં આવશે. લેહમાં સેન્‍ટ્રલ યુનિવર્સિટી ખોલવામાં આવશે.

* ૫ નવા ફિશિંગ હબ ખોલવાની પણ યોજના

* APMC ના એગ્રી ઈન્‍ફ્રા ફંડ  બનાવવાની જાહેરાત

* ૧૦૦૦ નવી ઈ મંડીઓ ખોલવામાં આવશે.

* ખેડૂતોને કરજ માટે ૧૬.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી

* ધાન ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૧માં ૧.૭ લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી.

* સરકારે ૭ વર્ષમાં બમણા કરતા વધુ ધાન ખરીદ્યું.  ઘઉની MSP દોઢ ગણી કરવામાં આવી. ઘઉ ઉગાડનારા ખેડૂતોની સંખ્‍યા વધી.

* ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને તેમના પાક માટે MSP થી દોઢ ગણી કિંમત આપવાનો પ્રયત્‍ન. ખેડૂતોને ૭૫ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્‍યાં.

* IDBIનું ખાનગીકરણ કરશે.

* રોકાણના કામોમાં વધુ તેજી લાવવામાં આવશે. BPCL, CONCOR ને પણ સરકાર વેચશે.

* એર ઈન્‍ડિયાને વેચવામાં આવશે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનને વેચશે.

* બેન્‍કોની NPA ની સમસ્‍યાના નિવારણ માટે AMC બનાવવાની જાહેરાત.

* સરકારી બેન્‍કોમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની પૂંજી નાખવામાં આવશે.

* ઈન્‍ફ્રા સેક્‍ટર પર ૫.૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાશે.

* આ વર્ષે LIC નો આઈપીઓ આવશે

* જમ્‍મુ અને કાશ્‍મીરમાં ગેસ પાઈપલાઈન પ્રોજેક્‍ટની શરૂઆત કરવામાં આવશે.

* બેન્‍કોની NPA ની સમસ્‍યાને પહોંચી વળવા માટે શ્નઊંચદ્રૃ બેન્‍ક'ની જાહેરાત કરવામાં આવી.

* વીમા સેક્‍ટરમાં ૭૪ ટકા FDI ને મળી મંજૂરી

* ગ્રાહકો હવે મરજી પ્રમાણે પાવર ડિસ્‍ટ્રીબ્‍યૂટર પસંદ કરી શકશે.

* પેટ્રોલિયમ એન્‍ડ નેચરલ ગેસ- કોરોનાના સમયે પણ પેટ્રોલિયમ સપ્‍લાયમાં અડચણ આવી નથી. ઉ*વલા સ્‍કિમથી અત્‍યાર સુધીમાં ૮ કરોડ પરિવારોને ફાયદો થયો. એક કરોડ નવા પરિવારો જોડાશે. ૧૦૦ નવા શહેર સિટી ગેસ વિતરણમાં જોડવામાં આવશે.

* નેશનલ રેલ પ્‍લાન ૨૦૩૦ તૈયાર છે. ફ્‌યૂચર રેડી રેલ સિસ્‍ટમ બનાવવી સરકારનો લક્ષ્યાંક. મેક ઈન ઈન્‍ડિયા પર ફોકસ છે. વેસ્‍ટર્ન અને ઈસ્‍ટર્ન ફ્રેટ કોરિડોર જૂન ૨૦૨૨ સુધીમાં તૈયાર થઈ જશે. સોન નગર-ગોમો સેક્‍શન પીપીપી મોડ પર બનશે.

* ૨૦૨૧-૨૨નું બજેટ ૬ સ્‍તંભો પર ટકેલું છે. પહેલો સ્‍તંભ છે સ્‍વાસ્‍થ્‍ય અને કલ્‍યાણ, બીજો ભૌતિક અને નાણાકીય પૂંજી અને અવસંરચના, ત્રીજો આકાંક્ષી ભારત માટે સમાવેશી વિકાસ, ચોથો- માનવપૂંજીમાં નવજીવનનો સંચાર કરવો, પાંચમો- નવાચાર અને અનુસંધાન તથા વિકાસ, અને ૬) સ્‍તંભ ન્‍યૂનતમ સરકાર અને મહત્તમ શાસન.

* રેલવે બજેટ પર ૧.૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાશે.

* ઈસ્‍ટર્ન, વેસ્‍ટર્ન ફ્રેટ કોરિડોર ૨૦૨૨ સુધીમાં પૂરા થશે. રોડ મંત્રાલય ૧.૧૮ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

* ૧૧૦૦૦ કિલોમીટરના હાઈવેનું કામ પૂરું થયું. માર્ચ ૨૦૨૨ સુધીમાં ૮૫૦૦ કિલોમીટરના હાઈવે બની જશે.

* નાણામંત્રીએ કહ્યું કે તામિલનાડુમાં નેશનલ હાઈવે પ્રોજેક્‍ટ (૧.૦૩ લાખ કરોડ) જેમાં ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે. કેરળમાં પણ ૬૫ હજાર કરોડ રૂપિયાના નેશનલ હાઈવે બનાવવામાં આવશે. મુંબઈ-કન્‍યાકુમારી ઈકોનોમિક કોરિડોરની પણ જાહેરાત. પશ્ચિમ બંગાળમાં પણ કોલકાતા-સિલિગુડી માટે નેશનલ હાઈવે પ્રોજેક્‍ટની જાહેરાત. નાણામંત્રીએ આસામમાં આગામી ત્રણ વર્ષમાં હાઈવે અને ઈકોનોમિક કોરિડોરની જાહેરાત કરી.

* ટિયર-૨, ટિયર-૩ શહેરોમાં ગેસ પાઈપલાઈનનો વિસ્‍તાર થશે. ૨૦૨૧-૨૨માં ૪.૩૯ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક છે.

* ઈન્‍ફ્રા સેસ્‍ટરને મોટો બૂસ્‍ટ આપવાની તૈયારી, ડેવલપમેન્‍ટ ફાઈનાન્‍સ કંપની પર ૨૦,૦૦૦ કરોડનું રોકાણ કરાશે.

* દેશભરમાં ૭૫ હજાર હેલ્‍થ સેન્‍ટર્સ બનાવવામાં આવશે.

* ૧૭ નવા પબ્‍લિક હેલ્‍થ યુનિટ શરૂ કરાશે.

* સ્‍વાસ્‍થ્‍ય બજેટ ૯૪ હજાર કરોડથી વધારીને ૨.૨૩ લાખ કરોડ કરવામાં આવ્‍યું.

* જળ જીવન પર ૨.૮૭ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

* ૭ બાયો સેફ્‌ટી સ્‍તરના ૩ લેબ, વાયરોલોજી લેબની પણ રચના કરાશે.

* ૧૧૨ જિલ્લાઓમાં પોષણ અભિયાનની વ્‍યવસ્‍થાને વધુ સારી બનાવવામાં આવશે.

* ૧૫ હેલ્‍થ ઈમરજન્‍સી સેન્‍ટર અને ૨ મોબાઈલ હોસ્‍પિટલ શરૂ કરવામાં આવશે.

(4:09 pm IST)