Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સ્‍ટાર્ટઅપઃ એક વ્‍યક્‍તિ પણ ખોલી શકશે કંપનીઃ ભાગીદારોની નથી જરૂર

સરકારે બજેટમાં આપી મોટી છૂટછાટો

નવી દિલ્‍હી, તા.૧: સાંસદમાં રજૂ થયેલ બજેટમાં કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે સામાન્‍ય માણસ માટે પોતાની કંપની શરૂ કરવાનું સપનું પુરૂ કરવા અંગે મહત્‍વપૂર્ણ જાહેરાત કરી છે. કંપની ખોલવાના નિયમોમાં હળવાશ આપતા નાણામંત્રીએ બજેટ સ્‍પીચમાં એલાન કર્યું છે કે, ભારત સરકાર એક વ્‍યક્‍તિ કંપનીના સમાવેશની મંજૂરી આપે છે, સ્‍ટાર્ટ-અપ્‍સ માટે આ એક મોટો પ્રોત્‍સાહન હશે.

૭૫ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના સીનિયર સિટીઝન્‍સને રાહત આપવા માંગીએ છીએ. તેમણે હવે IT રિર્ટન ભરવાની જરૂર નથી. અત્‍યારે ટેક્‍સ રિએસેસમેન્‍ટ ૬ વર્ષ અને ગંભીર મુદ્દે ૧૦ વર્ષ પછી પણ કેસ ખોલી શકાય છે. તેને હવે દ્યટાડીને ૩ વર્ષ કરવામાં આવી રહ્યા છે.

ગંભીર મુદ્દે હવે એક વર્ષમાં ૫૦ લાખથી વધારે ઈન્‍કમ છુપાવવાની વાત હશે તો ૧૦ વર્ષ સુધી કેસ ખોલી શકાશે. કમિશનર જ તેની મંજૂરી આપશે. ૮૫ હજાર કરોડ રૂપિયાના ટેક્‍સ ડિસ્‍પ્‍યૂટ તાજેતરમાં જ ખતમ થયા છે. ડિસ્‍પ્‍યૂટ રિઝોલ્‍યુશન કમિટી બનાવવામાં આવશે, ૫૦ લાખ સુધીની આવક અને ૧૦ લાખ સુધીની વિવાદિત ઈનકમ વાળા લોકો આ કમિટીની પાસે જઈ શકશે. નેશનલ ફેસલેસ અપીલેટ ટ્રિબ્‍યૂનલ બનશે.

(4:15 pm IST)