Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ખેડૂત આંદોલનને સમર્થન કરનાર એકાઉન્ટ ટવીટરે બ્લોક કરી દીધા: ફેક માહિતી ફેલાવવાનો આરોપ

કેન્દ્ર સરકારની લીગલ ડિમાન્ડને પગલે કાર્યવાહી : કારવાં મેગેઝીન, ખેડૂત એકતા મોર્ચા, હંસરાજ મીના તેમજ અનેક એક્ટિવિસ્ટ, પત્રકારોના એકાઉન્ટ સસ્પેન્ડ : શશી થરૂરને બદલે પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર સંબંધિત ટ્વીટર અકાઉન્ટ પણ બ્લોક કર્યું

નવી દિલ્હી : ખેડૂત આંદોલન વચ્ચે સોમવારે ટ્વિટરે કેટલાક અકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દીધા છે. તેમાં મોટાભાગના અકાઉન્ટ ખેડૂત આંદોલનના સમર્થન કરી રહેલા એક્ટિવિસ્ટ, પત્રકારો અને ખેડૂત મોર્ચાથી સંબંધિત છે. તેના પાછળનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા ટ્વિટરને મોકલવામાં આવેલી લીગલ ડીમાન્ડને જણાવવામાં આવી રહ્યું છે ખેડૂત આંદોલન વચ્ચે સોમવારે ટ્વિટરે કેટલાક અકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દીધા છે. તેમાં મોટાભાગના અકાઉન્ટ ખેડૂત આંદોલનના સમર્થન કરી રહેલા એક્ટિવિસ્ટ, પત્રકારો અને ખેડૂત મોર્ચાથી સંબંધિત છે. તેના પાછળનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા ટ્વિટરને મોકલવામાં આવેલી લીગલ ડીમાન્ડને જણાવવામાં આવી રહ્યું છે

ચર્ચા થઇ રહી છે કે ટ્વિટરને કૃષિ બિલોના વિરોધમાં સતત ટ્વીટ કરી રહેલા અકાઉન્ટ પર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેના માટે ટ્વીટરને લીગલ ડીમાન્ડ મોકલી દેવામાં આવી છે. જોકે આ ખુલાસો નથી થયો કે સરકાર ક્યા વિભાગ અથવા એજન્સીએ ટ્ટિટરને આ લીગલ ડિમાન્ડ મોકલી છે

જે અકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કારવાં મેગેઝીન, ખેડૂત એકતા મોર્ચા, હંસરાજ મીના અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહના અકાઉન્ટ સામેલ છે.

ભારતમાં જે ટ્વીટર અકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર સંબંધિત ટ્વીટર અકાઉન્ટ પણ સામેલ છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે પ્રસાર ભારતીના સીઈઓનું અકાઉન્ટ ભૂલથી બ્લોક થઇ ગયું છે. તેમની જગ્યા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું અકાઉન્ટ બ્લોક કરવાનું હતું.

પ્રસાર ભારતીએ ટ્વીટ કરી ટ્વીટર અને ટ્વીટર ઇન્ડિયાને પૂછ્યું છે કે શું તમે જણાવી શકો છો કે પ્રસાર ભારતીના સીઈઓનું ટ્વિટર અકાઉન્ટ ક્યા આધારે ભારતમાં પ્રતિબંધ કર્યું છે?

અહીં મહત્વપૂર્ણ છે કે આ તમામના ફેસબુક અકાઉન્ટ અત્યારે પણ સક્રિય છે. ધ કારવાંના એડિટર-ઇન-ચીફ વિનોદ જોસે જણાવ્યું કે તેમને ટ્વિટર તરફથી કોઇ અપડેટની જાણકારી નથી અને તેઓ સ્પષ્ટીકરણ માટે ટ્વિટરને લખશે. ખેડૂત આંદોલનના આઈટી હેડ બલજીત સિંહે જણાવ્યું કે પ્રદર્શન સાથે જોડાયેલા બીજા કેટલાક એક્ટિવિસ્ટના પ્રાઇવેટ અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ટ્વિટરના નિયમો મુજબ કોઇ પણ અકાઉન્ટને ત્યારે જ સસ્પેન્ડ કરી શકાય છે, જ્યારે કોર્ટ ઓર્ડર જેવી કોઈ કાયદાકિય ડિમાન્ડ હોય. જોકે અત્યારે એ સ્પષ્ટ નથી થયું કે ભારતની કઇ કોર્ટે આ પ્રકારના આદેશ આપ્યા છે

ટ્વિટરે જણાવ્યું કે જો કોઇ ઓથોરાઇઝ્ડ એન્ટિટી તરફથી રિક્વેસ્ટ આવે છે તો કેટલાક કન્ટેન્ટને એક્સેસ કરવા પર રોક લગાવવી જરૂરી થઇ જાય છે.

ટ્વિટરે વધુમાં જણાવ્યું કે,અભિવ્યક્તિની આઝાદીને બચાવવા માટે પારદર્શિતા હોવી જરૂરી છે, તેથી કન્ટેન્ટ પર રોક લગાવવા માટે અમારી એક નોટિસ પોલીસી છે. તેના માટે રિક્વેસ્ટ મળ્યા બાદ અમે પ્રભાવિત અકાઉન્ટ હોલ્ડર્સને નોરિટાઈ કરીશું.

(7:23 pm IST)