Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પ્રધાનમંત્રી પોતાનો નંબર જણાવે : અમે વાત કરવા માટે રાહ જોઈ રહ્યાં છીએ:રાકેશ ટિકૈત

આંદોલનને દફન કરવાની કોશિશ થઈ છે, પરંતુ હવે ગભરાવવાની કોઈ જરૂરત નથી

નવી દિલ્હી :દિલ્હી-ઉત્તર પ્રદેશના ગાજીપુર બોર્ડર પર હાજર ખેડૂતે નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને સંબોધિત કર્યા હતા અને કહ્યું કે, “બિલ પરત નહીં તો ઘર વાપસી નહીં.”તેમણે કહ્યું, “જેવી રીતે ખેડૂતોની ફોજ હાલમાં તૈયાર થઈ છે, તેને તૂટવા દેવી નથી.

તેમને વડાપ્રધાન મોદીએ આપેલા નિવેદન પર કહ્યું કે, “વડાપ્રધાન પોતાનો નંબર જણાવી દે કે ક્યા નંબર પર વાત કરવાની છે. અમે તેમના સાથે વાત કરવાની રાહ જોઈ રહ્યાં છીએ.”  પાછલા શનિવારે વડાપ્રધાન મોદીએ સર્વદળીય બેઠક દરમિયાન ખેડૂત આંદોલન પર પોતાની વાત રાખી હતી અને કહ્યું હતુ કે, “સરકાર ચર્ચા માટે તૈયાર છે. જો ખેડૂત સંગઠન આગળ પણ ચર્ચા કરવા ઈચ્છે છે તો એક ફોન કોલ દૂર છે

ગાજીપુર બોર્ડર પર ખેડૂતોને સંબોધિત કરતાં રાકેશ ટિકેતે કહ્યું, “આંદોલનને દફન કરવાની કોશિશ થઈ છે, પરંતુ હવે ગભરાવવાની કોઈ જરૂરત નથી.તેમને કહ્યું કે, ખેડૂતોને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે

તેમને કહ્યું, “26 તારીખે ચાર લાખ ખેડૂત પોતાના ટ્રેક્ટર લઈને દિલ્હી આવ્યા હતા, તેઓ ગુરૂ પરંપરા સાથે જોડાયેલા લોકો છે પરંતુ ખેડૂતોને બદનામ કરવામાં આવ્યા છે. તેમને ખાલીસ્તાની કહેવામાં આવ્યા, અફઘાનિસ્તાની કહેવામાં આવ્યા, ક્યારેક આને પંજાબ અને હરિયાણાનું આદોલન ગણાવવામાં આવ્યું તો ક્યારેક ઉત્તર પ્રદેશનું કહેવામાં આવ્યું. પરંતુ આ આંદોલન આખા ભારતનું છે.”

તેમને એક વખત ફરીથી કહ્યું કે, ખેડૂતોની માંગોને લઈને જે પ્રદર્શન ચાલી રહ્યાં છે, તેનો ઉકેલ વાતચીતથી નિકળવો જોઈએ.

(8:11 pm IST)