Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

૨૦૨૩ સુધી બ્રોડગેજ રેલ પાટાનું વિદ્યુતીકરણ કાર્ય પરીપૂર્ણ કરાશે

રેલવે માટે વિક્રમી ૧,૧૦.૦૫૫ કરોડની ફાળવણી : રેલ્વેએ ૨૦૩૦માં દેશ માટે રાષ્ટ્રીય રેલ યોજના તૈયાર કરી

નવી દિલ્હી, તા. : નાણાં મંત્રી નિર્મલા સીતારમને વર્ષ ૨૦૨૧-૨૨નો બજેટ રજૂ કરતાં કેટલી મહત્વની જાહેરાતો કરી. ખાસ કરીને બજેટમાં રેલવે માટે વિશેષ પેકેજની જાહેરાત કરાઇ. તેમણે કહ્યું કે, રેલવે માટે રેકોર્ડ ,૧૦,૦૫૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ૨૦૨૧-૨૨માં મૂડી ખર્ચ માટે ,૦૭,૧૦૦ કરોડ રૂપિયા છે.

નિર્મલા સીતારમને કહ્યું કે, ડિસેમ્બર ૨૦૨૩ સુધી બ્રોડ ગેજ રેલ પાટાનું વિદ્યુતીકરણનું કામ પૂરું થઇ જશે. ભારતીય રેલવેએ ૨૦૩૦માં ભારત માટે એક રાષ્ટ્રીય રેલ યોજના તૈયાર કરી છે. યોજના ૨૦૩૦ સુધી ભવિષ્ય માટે તૈયાર રેલવે પ્રણાલી બનાવવાની છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમને આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ રજૂ કર્યું. પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળે સોમવારે સામાન્ય બજેટ ૨૦૨૧-૨૨ને મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતામાં સંસદ ભવન પરિસરમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક આયોજીત કરાઇ હતી, જેમાં બજેટને મંજૂરી અપાઇ હતી.

(8:23 pm IST)