Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અમેરિકા તરફ આગળ વધ્યું જોરદાર તોફાન : ન્યુયોર્ક અને બોસ્ટન સહિત અનેક શહેરોમાં ભારે હિમવર્ષાની આગાહી ઘણા વિસ્તારોમાં 2 ઇંચથી વધુ બરફ વોશિંગટન ડી.સી. તરફ ટકરાશે.

ન્યુયોર્ક : બોસ્ટન અને અમેરિકાના પૂર્વના કેટલાક અન્ય શહેરોમાં સોમવારે લગભગ બે ફુટ (60.96 સે.મી.) બરફ ચાદર ઢાંકી શકે છે. તેનું કારણ એક શક્તિશાળી બરફનું તોફાન છે, જે અમેરિકાના તટ તરફ આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગે આ અંગે માહિતી આપી છે. રવિવારે મોડી રાતથી હિમવર્ષા શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વી પેન્સિલવેનિયા, ઉત્તર ન્યુ જર્સી, દક્ષિણ ન્યુયોર્કના કેટલાક ભાગો અને દક્ષિણ ન્યૂ ઇંગ્લેંડમાં 20 ઇંચથી વધુ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.

આ તોફાનને કારણે ન્યૂયોર્કમાં જનજીવન ઠપ કરી શકે છે. આવી સ્થિતિમાં સોમવારે શાળાને બંધ જાહેર કરવામાં આવી છે અને કોરોના રસીકરણની કામગીરી પણ પ્રભાવિત થઈ છે.

ન્યુ યોર્કના મેયર બિલ ડી બ્લેસિઓએ રવિવારની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે સોમવારે શાળાઓ બંધ રહેશે અને અધિકારીઓ કોરોના વાયરસ રસીકરણ માટે નિમણૂકો રિસિડ્યુલ કરી રહ્યા છે. સોમવારની આસપાસ ખૂબ જ ભય અને મુશ્કેલી સર્જાવાની છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસોમાં ઉત્તર-પૂર્વની મુસાફરી થઈ શકશે તેવી અપેક્ષા કરવામાં આવી છે. સોમવાર સુધીમાં પવન 50 માઇલ પ્રતિ કલાકે પહોંચવાની ધારણા છે. આ તોફાન મંગળવારે રાત્રે ધીમે ધીમે ઉત્તરીય ન્યૂ ઇંગ્લેન્ડ તરફ જશે અને બુધવારે નબળું પડી જશે. આ વાવાઝોડાએ ઘણા વિસ્તારોમાં 2 ઇંચથી વધુ બરફ વોશિંગટન ડી.સી. તરફ ટકરાશે.

(12:24 am IST)