Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

દેશમાં ૨૩૯ મંત્રીઓ સામે ગુના દાખલઃ ૧૬૪ મંત્રીઓ પર દુષ્‍કર્મ, હત્‍યા, અપહરણના કેસ

ADR દ્વારા કુલ ૫૫૮ મંત્રીઓની વિગતોનું વિશ્‍લેષણ કર્યું કરવામાં આવ્‍યું

નવી દિલ્‍હી,તા. ૧ : ADR દ્વારા ૨૮ રાજયો અને ૨ કેન્‍દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓના ગુનાનો ઇતિહાસ, મિલકત અને શૈક્ષણિક વિગતોનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું છે. જેને લગતી માહિતી નીચે મુજબ છે.  ADR દ્વારા કુલ ૫૫૮ મંત્રીઓની વિગતોનું વિશ્‍લેષણ કર્યું કરવામાં આવ્‍યું છે. તેમાંથી ૨૩૯ મંત્રીઓ પર ગુનાઓ દાખલ થયેલ છે. તેમાંથી ૧૬૪ ગંભીર ગુના ધરાવે છે, જેવા કે મર્ડર, હત્‍યાનો પ્રયાસ, કીડનેપિંગ, દુષ્‍કર્મોને લગતા ગુનાઓનો સમાવેશ થાય છે.

દેશના મંત્રીઓમાં સૌથી વધુ મિલકત ધરાવતા મંત્રી કર્ણાટકના એન. નાગારાજુ છે. જે ૧૨૨૪ કરોડથી વધુ મિલકત ધરાવે છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો ૯૪ ટકા મંત્રીઓ કરોડપતિ છે. ગુનાહિત ઇતિહાસ વાળા મંત્રિઓની સરેરાશ મિલકત ૨૧.૨૧ કરોડ રહેલી અહેવાલમાં સામે આવી રહી છે. ગુજરાતના બળવંતસિંહ રાજપૂત ૩૭૨ કરોડની મિલકત ધરાવે છે, અને તેઓ દેશમાં સૌથી વધુ મિલકત ધરાવતા મંત્રીઓમાં ૫ માં નંબર પર છે.

દેશમાં માત્ર ૯ ટકા મહિલા મંત્રીઓ છે. તેમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં ૮ મહિલા મંત્રી છે. જયારે ગોવા, દિલ્‍હી, મહારાષ્ટ્ર, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મેઘાલય અને હિમાચલ પ્રદેશ માં એક પણ મહિલા મંત્રી નથી.

દેશમાં ૨૩ ટકા મંત્રીઓ ગ્રેજયુએટ છે. ૨૩ ટકા પોસ્‍ટ ગ્રેજયુએટ છે. ૧૫ ટકા મંત્રીઓ ધોરણ ૧૨ પાસ અને ૯ ટકા મંત્રીઓ ઘોરણ ૧૦ પાસ છે.

(11:01 am IST)