Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

PAN કાર્ડ બનશે ઓળખઃ હવે KYC માટે PAN કાર્ડનો ઉપયોગ થશેઃ આધાર કાર્ડની જરૂર નહીં પડે

હવે PAN કાર્ડનો ઉપયોગ સરકારી એજન્‍સીઓની તમામ ડિજિટલ સિસ્‍ટમમાં એક સામાન્‍ય ઓળખ તરીકે થશેઃ સરકારના આ નિર્ણયથી ધ્‍ળ્‍ઘ્‍ની પ્રક્રિયા ઘણી સરળ બની જશે

નવી દિલ્‍હી, તા.૧: કેન્‍દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે સામાન્‍ય બજેટ રજૂ કરી રહ્યાં છે. અમળતકલના આ પ્રથમ બજેટમાં દેશના વિવિધ ક્ષેત્રોને ઝડપી બનાવવા માટે નાણામંત્રી દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. આ દરમિયાન બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે એક મોટી જાહેરાત કરી છે. હવે KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આધાર કાર્ડની જરૂર નહીં પડે.

હવે PAN કાર્ડનો ઉપયોગ સરકારી એજન્‍સીઓની તમામ ડિજિટલ સિસ્‍ટમમાં એક સામાન્‍ય ઓળખ તરીકે થશે. સરકારના આ નિર્ણયથી KYCની પ્રક્રિયા ઘણી સરળ બની જશે. સરકારના આ નિર્ણય હેઠળ, યુનિફાઇડ ફાઇલિંગ સિસ્‍ટમ માટે મંજૂર KYC ધોરણો હળવા કરવામાં આવશે.

અત્‍યાર સુધી, ઘણી જગ્‍યાએ KYC કરાવવા માટે આધાર અને ભ્‍ખ્‍ફ જરૂરી હતું. તે જ સમયે, આ નિર્ણય પછી, કેવાયસીની પ્રક્રિયા ફક્‍ત પાન કાર્ડ દ્વારા જ પૂર્ણ થશે.

આ વિશે વાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું છે કે આનાથી વેપાર કરવાની સરળતાને પ્રોત્‍સાહન મળશે.

(2:10 pm IST)