Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સિગારેટના ભાવ વધશેઃ મોબાઈલ અને ટીવીના ભાવ ઘટશે

નવી દિલ્‍હી, તા.૧: નાણાપ્રધાને જણાવ્‍યું હતું કે લેબમાં ઉગાડવામાં આવતા હીરાને પ્રોત્‍સાહન આપવા માટે કસ્‍ટમ ડ્‍યુટીમાં મુક્‍તિ આપવામાં આવશે, જેનાથી તેમની કિંમતોમાં પણ ઘટાડો થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે મોદી સરકારનું નવમું બજેટ રજૂ કર્યું. આમાં તેમણે ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી, જ્‍યારે ઘણા જૂના ચાર્જ હટાવવાની પણ જાહેરાત કરી. જાહેરાત મુજબ હવે સરકાર સિગારેટ પર આકસ્‍મિક ફી વધારશે. હાલમાં તેમાં ૧૬ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ સિવાય નાણામંત્રીએ કહ્યું કે લેબોરેટરીમાં બનેલા હીરાને -ોત્‍સાહન આપવા માટે કસ્‍ટમ ડ્‍યૂટીમાં છૂટ આપવામાં આવશે, જેના કારણે તેની કિંમતો પણ ઘટશે.

આ વસ્‍તુઓ મોંઘી થઈ ગઈ

શું ખર્ચાળઃ સિગારેટ પર આકસ્‍મિક ડ્‍યુટી ૧૬ ટકા વધારી દેવામાં આવી છે.

બ્‍લેન્‍ડેડ CNG પર GST હટાવાશે, ભાવ ઘટશે

કમ્‍પાઉન્‍ડ રબર પર બેઝિક ઈમ્‍પોર્ટ ડ્‍યૂટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરવામાં આવી છે. મોંઘી થશે.

સોનાની લગડીથી બનેલી જ્‍વેલરી પર કસ્‍ટમ ડ્‍યુટીમાં વધારો

રસોડામાં વપરાતી ઈલેક્‍ટ્રોનિક ચીમની પરની કસ્‍ટમ ડ્‍યુટી ૭.૫ થી વધારીને ૧૫્રુ કરવામાં આવી છે.

શું સસ્‍તું: લેબમાં ઉગાડવામાં આવેલા હીરાને -ોત્‍સાહન આપવા માટે કસ્‍ટમ ડ્‍યુટી મુક્‍તિ.

મોબાઈલ પાર્ટસ અને કેમેરા લેન્‍સ પર ઈમ્‍પોર્ટ ડ્‍યુટીમાંથી મુક્‍તિની જોગવાઈ. ગ્રીન મોબિલિટીને પ્રોત્‍સાહન આપવા માટે આયાત કસ્‍ટમ ડ્‍યુટી મુક્‍તિ

(3:09 pm IST)