Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રિલાયન્સે ખરીદ્યો અમેરિકન કંપની સ્કાયટ્રેનમાં હિસ્સો

હવામાં લટકતા ડબ્બા દોડાવી શકે છે સ્કાયટ્રેન : સ્કાય ટ્રેન પાસે વિશેષ ટ્રેન ટેકનોલોજી : મેગ્નેટિક પોલ પર ટ્રેન દોડાવે છે સ્કાયટ્રેન : યુએસ માર્કેટમાં મોટો ઈકિવટ શેર કર્યો હાંસલ : રિલાયન્સની કંપની RSBVLએ કર્યો સોદો

મુંબઇ, તા.૧: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડએ અમેરિકન ટેકનોલોજી કંપની સ્કાયટ્રેન ઇંકમાં કેટલાક શેર ખરીદ્યા છે. આરએસબીવીએલે જણાવ્યું હતું કે, સ્કાયટ્રેનમાં રિલાયન્સની શેરહોલ્ડિંગ ૨.૬૭ કરોડ ડોલરના નવા રોકાણ સાથે વધીને ૫૪.૪૬ ટકા થઈ છે. સરળ શબ્દોમાંકહીએ તો સ્કાયટ્રેઇનમાં મેજોરીટી ભાગીદારી આરએસબીવીએલની થઇ ગઈ છે. આ પહેલા ઓકટોબર ૨૦૧૯ માં રિલાયન્સે સ્કાયટ્રેનમાં ૧૨.૭ ટકાનો હિસ્સો મેળવ્યો હતો, જે હવે વધીને ૫૪.૪૬ ટકા થયો છે.

સ્કાયટ્રેન એક ટેકનોલોજી કંપની છે જેની શરૂઆત ૨૦૧૧ માં યુ.એસ. માં ડેલવેરના કાયદા હેઠળ કરવામાં આવી હતી. કંપનીએ વિશ્વભરમાં ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે પર્સનલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ લાગુ કરવા માટે પેસિવ મેગ્નેટિક લેવિટિયન અને પ્રોપલ્શન ટેકનોલોજીની રચના કરી છે. સ્કાયટ્રેને સ્માર્ટ મોબિલીટી સોલ્યુશન્સ (એસએમએસ) બનાવવા માટે આ તકનીકી વિકસાવી છે. કંપની દ્વારા સૂચિત ટ્રાફિક સિસ્ટમમાં કમ્પ્યુટર-નિયંત્રિત પેસેન્જર પોડ હશે. તેમાં અત્યાધુનિક માહિતી ટેકનોલોજી, ટેલિકોમ અને અન્ય આધુનિક તકનીકોનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે, મુસાફરો એક સ્થાનથી બીજી જગ્યાએ સુરક્ષિત અને ઝડપી પહોંચશે. તેમજ પર્યાવરણને પણ ફાયદો થશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે આ રોકાણ ભવિષ્યની તકનીકમાં રોકાણ કરવાની અમારી પ્રતિબદ્ઘતા દર્શાવે છે જે વિશ્વમાં મહાન પરિવર્તન લાવશે. તેમણે કહ્યું કે ભારત અને અન્ય વિશ્વમાં હાઇ સ્પીડ ઇન્ટ્રા અને ઇન્ટરસિટી કનેકિટવિટી સાથે ઉચ્ચ ગતિ, અત્યંત કાર્યક્ષમ અને સસ્તું પરિવહન સેવા પ્લેટફોર્મ પ્રદાન કરવાની સ્કાયટ્રેઇનની ક્ષમતાથી અમે ખૂબ ઉત્સાહિત છીએ. અમેરિકન ટેક કંપનીએ ઝડપી પરિવહન પ્રણાલી પર કામ કર્યું છે. ઉપરાંત, ભારત સહિત વિશ્વભરમાં સ્માર્ટ મોબિલીટી સોલ્યુશન (એસએમએસ) કામ કરી રહ્યું છે.

રિલાયન્સના અધ્યક્ષ અને એમડી મુકેશ અંબાણીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે પ્રદૂષણ મુકત વ્યકિતગત ઝડપી પરિવહન પ્રણાલીની મદદથી હવા અને અવાજ પ્રદૂષણ અસરકારક રીતે દ્યટાડવામાં આવશે. આમાં વૈકલ્પિક ઇંધણના ઉપયોગથી પર્યાવરણને પણ ફાયદો થશે. લો ફર્મ કયુવિંગ્ટન અને બર્લિંગ એલએલપીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બૌદ્ઘિક સંપત્ત્િ। સલાહકાર તરીકે કાયદાકીય સલાહકાર અને ફ્રેશફિલ્ડ્સ બ્રુકહાસ ડેરિંગર તરીકે કામ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. ૩૧ માર્ચ ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીનું કન્સોલિડેટેડ ટર્નઓવર રૂ. ૬,૫૯,૨૦૫ કરોડ થયું હતું અને રૂ. ૭૧,૪૪૬ કરોડનો નફો. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો ૩૯,૮૮૦ કરોડ રૂપિયા રહ્યો છે.

(10:32 am IST)