Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

લોકડાઉનથી ભારતીય અર્થવ્યવસ્થાને સાપ્તાહિક 940 કરોડનો પડશે ફટકો : બારક્લેજનો રિપોર્ટ

પ્રતિબંધો જો મે મહિના અંત સુધી રહ્યા તો દેશમાં આર્થિક અને વાણિજ્યિક ગતિવિધિઓને મોટું નુકસાન થશે

નવી દિલ્હી : દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રની હાલત એટલી બધી ખરાબ છે કે ત્યાં રાત 8 વાગ્યાથી લોકડાઉન જેવી સ્થિતિ પેદા થઈ જાય છે. આ બાબતને મધ્યનજર રાખીને બારક્લેઝે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આવા લોકડાઉન દેશની અર્થવ્યવસ્થાને દર અઠવાડિયે લગભગ (1.25 અરબ ડોલર) 940 કરોડ રૂપિયા સાફ કરી નાંખશે.

બ્રિટેનની અગ્રણી બ્રોકરેજ કંપની બાર ક્લેજે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કોરોનાને લઈને લગાવવામાં આવેલા હાલના પ્રતિબંધો જો મે મહિના અંત સુધી રહ્યા તો દેશમાં આર્થિક અને વાણિજ્યિક ગતિવિધિઓને મોટું નુકસાન થશે. 10.5 અરબ ડોલર અર્થા 789 અરબ રૂપિયા જેટલું નુકસાન થઈ શકે છે. જે દેશના નોર્મલ જીડીપીના 0.34 ટકા છે.

(7:22 pm IST)